ઋષિકેશ-ગંગોત્રી હાઇવે નરેન્દ્ર નગરના બગડધારમાં ગઇ રાત્રિના આશરે 9.30 કલાકે ભૂસ્ખલનની ઘટના ઘટવા પામી છે. મોડી રાત્રે ભારે વરસાદને કારણે પહાડ પરથી મોટી માત્રામાં કાટમાળ અને માટી નીચે ધસી આવી હતી. જેના કારણે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલ રાત્રિથી વાહનોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી છે.


ચાલતા જતા લોકો માટે પણ રસ્તો જોખમી બન્યો

તો બીજી તરફ બડકોટ ક્ષેત્રમાં યમનોત્રી હાઇવે બનાસ-નારદ ચટ્ટી પાસે 20માં દિવસે પણ બંધ પડ્યો છે. તો ફૂલ ચટ્ટી પાસે જાનકી ચટ્ટીને જોડવા વાળો રસ્તા પર વાહન ચલાવવાની વાત તો દૂર રહી, ત્યાંથી ચાલતા જવા માટે પણ જોખમી સાબિત થઇ રહ્યુ છે. આવી પરિસ્થતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 13 સપ્ટેમ્બરથી યમુનોત્રી યાત્રા શરૂ કરવા પર સવાલો સ્વભાવિક પણે ઉઠવા હિતાવહ છે. યાત્રીકો અને સ્થાનિય લોકોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી રહી છે.

અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ

મળતી માહિતી પ્રમાણે ગુરુવારે પણ રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૧૭૭ રસ્તાઓ બંધ રહ્યા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ટિહરીમાં 23, ચમોલીમાં 32, રુદ્રપ્રયાગમાં 25, પૌરીમાં 12 અને ઉત્તરકાશી જિલ્લામાં 21 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. દેહરાદૂનમાં 16, હરિદ્વારમાં 1, પિથોરાગઢમાં 18, અલ્મોડામાં 16, બાગેશ્વરમાં 6 અને નૈનીતાલમાં 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે દેહરાદૂન સહિત ઉત્તરકાશી, ચમોલી, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવત અને પિથૌરાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનુ અનુમાન છે. આ સિવાય અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. અન્ય જિલ્લાઓમાં પણ વિજળી ચમકવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે જળવાયુ પરિવર્તન અને વાતાવરણ બદલવાને કારણે હજુ પણ ત્યાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 17 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

  • Follow us on: