ઉત્તરાખંડના ટિહરીમાં યોજાયેલા ઐતિહાસિક 'કુંજાપુરી મેળા'માં તે સમયે ભારે હોબાળો મચી ગયો જ્યારે કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે જાણીતા પંજાબી પોપ ગાયક દલેર મહેંદીના લાઈવ કોન્સર્ટને અટકાવી દીધો. નવરાત્રિના પવિત્ર અવસરે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મંત્રી મંચ પર પહોંચ્યા અને દલેર મહેંદીને કડક શબ્દોમાં કહ્યું, "તમે તો માંડ બોલી પણ નથી શકતા, ગાવાની તો વાત જ ક્યાં કરવી! આ દેવી દુર્ગાની આરાધનાને સમર્પિત એક ધાર્મિક કાર્યક્રમ છે અને તેની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ."
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે દલેર મહેંદી નશાની હાલતમાં (દારૂના નશામાં) પરફોર્મ કરી રહ્યા હતા, જેના કારણે મંત્રીએ હસ્તક્ષેપ કરીને તેમનો કાર્યક્રમ અટકાવી દીધો. જોકે, દલેર મહેંદી નશામાં હતા તે દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
મંત્રી મંચ પર પહોંચ્યા, કાર્યક્રમ અટકાવ્યો
નરેન્દ્ર નગરમાં યોજાયેલા 'કુંજાપુરી મેળા' દરમિયાન એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં દલેર મહેંદી પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કેબિનેટ મંત્રી અને નરેન્દ્ર નગરના ધારાસભ્ય સુબોધ ઉનિયાલ મંચ પર પહોંચ્યા. આ પ્રદર્શન સામે વાંધો ઉઠાવતા ઉનિયાલે કાર્યક્રમ અટકાવી દેવા માટે કહ્યું.
https://x.com/askbhupi/status/2112102023818813557?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112102023818813557%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સુબોધ ઉનિયાલે ટિપ્પણી કરી, "તમે માંડ બોલી શકો છો, ગાવાની તો વાત જ ક્યાં કરવી." તેમણે આ ધાર્મિક કાર્યક્રમની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ઉલ્લેખ કર્યો કે આ આયોજન નવરાત્રિ દરમિયાન થઈ રહ્યું છે. જે માતા દુર્ગાની આરાધનાનો સમયગાળો છે.
સ્થાનિક અહેવાલો અનુસાર, આ વાંધો એવા આક્ષેપોને કારણે ઉઠાવવામાં આવ્યો હતો કે દલેર મહેંદી દારૂના નશામાં પરર્ફોમ કરી રહ્યા હતા, જેના પગલે સુબોધ ઉનિયાલે દરમિયાનગીરી કરી. જોકે, દલેર મહેંદી નશામાં હતા કે કેમ તેની કોઈ સ્વતંત્ર કે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, અને ગાયકે પોતે પણ આ આક્ષેપ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ, એ વાતની પુષ્ટિ થઈ છે કે મંત્રીના વાંધા બાદ દલેર મહેંદીએ ત્યાં હાજર જનમેદની સમક્ષ માફી માંગી હતી.
ધાર્મિક કાર્યક્રમમાં મર્યાદાનો પ્રશ્ન
સ્થાનિક અહેવાલો મુજબ, સુબોધ ઉનિયાલે દલેર મહેંદીને ધ્યાન દોર્યું કે કુંજાપુરી મેળો નવરાત્રિ અને માતા દુર્ગાની પૂજા સાથે જોડાયેલો છે, તેથી સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન આ પ્રસંગની ધાર્મિક પવિત્રતા અને મર્યાદાનું સન્માન જળવાવું જોઈએ. આ ઘટનાને લઈને મેળામાં ઉપસ્થિત લોકો વચ્ચે ચર્ચા જાગી; કેટલાક સ્થાનિકોએ મંત્રીની દરમિયાનગીરીને સમર્થન આપ્યું અને તેને ધાર્મિક કાર્યક્રમની મર્યાદા જાળવી રાખવા માટેનું એક આવશ્યક પગલું ગણાવ્યું. આ વિવાદ એવા સમયે સર્જાયો જ્યારે પ્રસિદ્ધ 'સિદ્ધપીઠ' શ્રી કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળાની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી હતી. આ વર્ષે 11 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાયેલો આ મેળો 'શરદીય નવરાત્રિ'ના પ્રથમ દિવસે શરૂ થયો હતો. તેમાં લોક કલાકારો, બોલિવૂડ કલાકારો અને સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રદર્શનો સહિત વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: India: ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠનને આડેહાથ લીધું, કહ્યું- "અમને નિરાશા છે કે પાકિસ્તાનનું કટ્ટર વલણ..."