ઉત્તરકાશીના લોકોને ભૂકંપ, પૂર અને ભૂસ્ખલન જેવી આફતોનો ઘણીવાર સામનો કરવો પડ્યો છે. ઉત્તરકાશીના ધરાલીમાં ગઇ કાલે બનેલી ઘટનાએ ફરી એક વખત 1750માં બનેલી ઘટનાની યાદો તાજી કરાવી હતી. જેમાં એક કે બે નહીં ત્રણ ગામડાં તેની ઝપેટમાં આવી ગયા હતા.
સરહદી જિલ્લો ઉત્તરકાશી આપત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે. અનેક વખત ભૂકંપ, પૂર અને ભૂસ્ખલન જેવી આફતાનો સામનો અહીંયાના લોકોએ કર્યો છે. અતિવૃષ્ટિ, વાદળ ફાટવું કે પછી લેન્ડ સ્લાઇડિંગ જેના કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વર્ષ 1750માં ભારે વરસાદને કારણે એક ટેકરીનો ભાગ તૂટીના ભાગીરથી નદીમાં પડ્યો હતો. જેના કારણે લગભગ ત્રણ ગામડાંઓ ડૂબી ગયા હતા.
1750 આવેલી આફત 3 ગામડાં વહાવી ગયું
ગઢવાલના ભૂ વૈજ્ઞાનિકના પ્રમાણે વર્ષ 1750માં હર્ષિલ ક્ષેત્રમાં ઝાલા નજીક આવેલી ડાંડાનો પર્વત ભારે વરસાદને પગલે લગભગ 1900 થી 2000 મીટરની ઉંચાઇથી તૂટીને સુક્કી ગામ પાસે આવેલી ભાગીરથીમાં પડ્યો હતો. જેના કારણે ભાગીરથીનો આગળ વધતો પ્રવાહ રોકાઇ ગયો હતો અને ઝાલાથી જાંગલા સુધી 14 કિલોમીટરના વિસ્તારમાં તળાવ બન્યુ હતુ. ધારાલીની જેમ, હર્ષિલ ખાતેનો આર્મી કેમ્પ પણ એક જૂના ગ્લેશિયર હિમપ્રપાતના મુખ પર આવેલો છે.
1978માં વાદળ ફાટવાની બની હતી ઘટના
વરિષ્ઠ ભૂ વૈજ્ઞાનિક યશપાલ સુંદ્રિયાલના જણાવ્યા પ્રમાણે લખનૌ સ્થિત બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સિસે 500 વર્ષ પર એક સંશોધન પત્ર પ્રકાશિત કર્યો છે.જેમાં ઉલ્લેખ છે કે ઉત્તરાખંડમાં વરસાદતો ઘટ્યો છે પણ વાદળ ફાટવાની ઘટના અને અતિવૃષ્ટિની ઘટનાઓ વધી રહી છે. જેનુ કારણ છે ગ્લોબલ વોર્મિગ. રિપોર્ટ પ્રમાણે લગભગ 1978માં પણ વાદળ ફાટવાથી ડબરાની નજીક કનોડિયા ગાઢ તળાવમાં ફેરવાઇ ગયુ હતુ. અને જ્યારે આ તળાવ તૂટ્યુ ત્યારે ભાગીરથીનું જળસ્તર વધ્યુ હતુ અને ઉત્તરકાશીના જોશિયાડા ક્ષેત્રનો ઘણો વિસ્તાર પાણીના પ્રવાહમાં વહી ગયો હતો.