કોઈ પણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો ઉજવાશે
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતુ કે, જિલ્લામાં યોજાનાર મેળાઓમાં લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.