સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં સુરત એસઓજી પોલીસે સૌથી મોટો ડ્રગ્સ પેડલર ઝડપ્યો છે, પોલીસે 120 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડયો છે, પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી બે લોડેડ પિસ્તોલ પણ મળી આવી છે જે પિસ્તોલ ગેરકાયદેસર હોવાની વાત સામે આી છે. આરોપી સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સ પહોંચાડતો હતો.


સુરત પોલીસે 120 ગ્રામ MD ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

સુરતમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપી શિવરાજ ઝાલાના ઘરમાંથી 16 લાખની રોકડ પણ મળી આવી છે, આરોપીએ પોતાના ઘરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ ઉભો કર્યો હતો અને આસપાસના લોકોની અને પોલીસની નજર આ સીસીટીવીથી રાખતો હોવાની વાત સામે આવી છે, સુરતના પંચશીલનગરમાંથી આ આરોપી ઝડપાયો છે, આરોપી સાગરીતો સાથે વોકીટોકીથી સંપર્ક રાખતો હતો અને ઘરની આસપાસ કુલ મળીને 25 સીસીટીવી આરોપીએ લગાવ્યા છે.

આરોપી પાસેથી MD ડ્રગ્સ, બે લોડેડ પિસ્તોલ મળી

આરોપી વિરુદ્ધ મારામારી, જુગાર, લૂંટ, હત્યાના ગુના નોંધાયા છે, તથા ઉમરામાં લૂંટ અને લિંબાયતના ગુનામાં તે નાસતો-ફરતો હતો. આરોપીએ ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં આલીશાન ઘર બનાવી દીધુ હતુ અને તેમાં તે રહેતો હતો, ડ્રગ્સ લેવા આવનાર માટે સ્પેશિયલ કોર્ડ રાખ્યો હતો, તો પોલીસથી બચવા અથવા કોઈ શંકાસ્પદ લોકો આવે તો તેના સાગરિતો સાથે વોકીટોકીથી સંપર્ક કરવામાં આવતો હતો, પોલીસને આ મહેનત રંગ લાવી અને ડ્રગ્સ માફિયો શંકજામાં આવી ગયો છે.

  • Follow us on: