સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાંથી એસઓજી પોલીસે બે મુસ્લિમ ભાઈઓની ધરપકડ કરી હતી. આ બે યુવકો હિન્દુ નામ ધારણ કરીને અઠવાલાઇન્સ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. પોલીસને જાણ થતા જ પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી બોગસ આધાર કાર્ડ પણ મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 4 બોગસ આધાર કાર્ડ પણ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ બંને ભાઈઓએ બિહારમાં બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા.
ખોટા દસ્તાવેજોનો ઉપયોગ ભાડે મકાન તેમજ નોકરી મેળવવા માટે કરાતો હતો













