સુરતના અમરોલી વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક બેફામ કારચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ દુર્ઘટના 1 ઓગસ્ટના રોજ અમરોલી વિસ્તારમાં હેવન હાઈટ્સ બિલ્ડિંગની સામેની તરઅ સર્જાઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે કમલેશ નળિયાપરા નામનો વ્યક્તિ તેની કાર બેફામ રીતે ચલાવી રહ્યો હતો.


અકસ્માતમાં બાઇક પર જતાં ગુણવંતભાઈ ગંભીર ઇજાગ્રસ્ત થયા અને તેમની પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું 

કારચાલકની બેદરકારીને કારણે તેણે બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર સંગીતાબેન દેસાઈ નામના મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ ગુણવંતભાઈ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ કારચાલક કમલેશ નળિયાપરા ફરાર થઈ ગયો હતો.

સીસીટીવી ફૂટેજ પોલીસ માટે બન્યો એક મહત્વનો પુરાવો

અમરોલી પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કારચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ પોલીસ માટે એક મહત્વનો પુરાવો બન્યો છે. પોલીસે ફરાર કારચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ ડ્રાઇવિંગના વધતા બનાવો અને તેની ગંભીરતાને ઉજાગર કરી હતી.


  • Follow us on: