સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહીં વર્ષ 2025 જાન્યુઆરીથી પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના કારણે એઆઈ રોબોટીક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપનારી દેશની પ્રથમ મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા બની છે.
સુરત ધીરે ધીરે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે
જેમાં પ્રથમ તબક્કામાં સુરતની 18 સુમન શાળાઓના સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ આપવામાં આવી રહ્યું છે. તે સાથે 12 AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે. સુરત ધીરે ધીરે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવામાં સાથે AI, ડ્રોન, રોબોટિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની સાથે ચાર વર્ષના કોર્ષ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેક્નોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે.
34 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા
આની પાછળનો મુખ્ય ઉદ્દેશ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પરંપરાગત અભ્યાસ પૂરતા જ સીમિત ન રહેતા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 3D પ્રિન્ટીંગ, રોબોટિક્સ, ઓગ્નેમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી અને ડ્રોન જેવી નવીન ટેક્નોલોજીનો જ્ઞાન અને અનુભવો પણ મળી રહ્યા છે. તે સાથે હાલ જ સુમન શાળાના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં 34 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા છે. જે ખૂબ ગૌરવની વાત છે. આ પહેલનો વ્યાપક ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર જોબ સિક્યોર નહીં. પરંતુ નવા યુગના ટેકનોલોજી-સેવી ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ બની જોબ ગીવર પણ બને છે.