સુરતની વીકેન્ડ એડ્રેસ હોટલમાં દારુ પાર્ટીના કેસમાં પોલીસે 4 પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરી હતી. આ મામલે પકડાયેલી યુવતીના સસરાએ જ પોતાની પુત્રવધૂ દારુની પાર્ટી કરતી હોવાનો ફોન પોલીસ કન્ટ્રોલ રુમને ફોન કર્યો હતો જેથી પોલીસે દરોડો પાડ્યો હતો અને દારુની મહેફિલ પકડાઇ હતી. હવે આ મામલે સસરાનું નિવેદન બહાર આવ્યું છે જેમાં સસરાએ જણાવ્યું હતું કે મારી પુત્રવધૂ પહેલા કેનેડામાં રહેતી હતી અને કેનેડામાં પણ તે દારુ પીને નાટક કરતી હતી.


મારી પુત્રવધૂ કેનેડામાં પણ દારુ પીને નાટકો કરતી

સુરતના ચકચારી દારુની મહેફિલ કેસમાં પોતાની દારુની પાર્ટી કરતી હોવાનો કોલ સસરાએ કર્યો હતો. સસરાએ મીડિયાને જણાવ્યું હતું કે આજનું યુવાધન તહેવારના નામે દારુના રવાડે ચડ્યું છે. તહેવાર એટલે દારુ પીવો તે દુષણ થઇ ગયું છે. મારો પુત્ર અને પુત્રવધૂ કેનેડા સ્થાયી થયેલા હતા અને વહુ કેનેડામાં પણ દારુ પીને નાટકો કરતી હતી.

મારી વહુ અલગ રહે છે

તેમણે કહ્યું કે મારા છોકરાની વહુએ મારા પરિવાર પર આક્ષેપ કરી અમને ખુબ હેરાન કર્યા છે અને ત્યારબાદ વહુ અમારા પરિવારથી અલગ રહે છે. વહુએ ફ્રેન્ડશીપ ડેના નામે દારુ પાર્ટી કરી હતી અને તે માટે રિસોર્ટમાં 4 યુવક 2 યુવતીએ એક રૂમ બુક કરાવ્યો હતો. મારી માહિતીને આધારે પોલીસે રેડ કરી હતી.

મારા મિત્ર દ્વારા જાણ થઇ હતી

તેમણે કહ્યું કે મારા મિત્ર થકી મને જાણ થઇ હતી કે મારી પુત્રવધૂ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીના નામે દારુની પાર્ટી કરી રહી છે. ચાર યુવકો સાથે બે યુવતી એ એક રૂમ બુક કરાવ્યો છે અને ધતિંગ કરે છે જેથી મે પોલીસ ને માહિતી આપી હતી અને પોલીસે રેઇડ કરી તમામને દારૂ પીતા રંગે હાથે ઝડપી લીધા હતા

  • Follow us on: