બનાસકાંઠાના થરાદ શહેરના મધ્યસ્થે નવિન નગરપાલિકા સામે મુખ્ય માર્ગ ઉપર ત્રણ માળનું જર્જરીત બિલ્ડીંગ અને બીજી બાજુ 50 વર્ષ જૂની પાણીની ઉંચી ટાંકી પણ જર્જરીત હાલતમાં છે. આ ટાંકીની આજુબાજુમાં રહેણાંક સોસાયટી તેમજ બે પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેને કારણે સ્થાનિક રહીશો અને નાનાં બાળકોના જીવને જોખમ ઊભું થયું છે. અને આ જજ રીતે ટાંકાને પાડી દેવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માગ કરી રહ્યા છે.


ત્રણ માળની જૂની બિલ્ડિંગ 'રાજભવન'જર્જરીત હાલતમાં છે

થરાદ નવીન નગરપાલિકા સામે આવેલી ત્રણ માળની જૂની બિલ્ડિંગ 'રાજભવન'જર્જરીત હાલતમાં છે. બિલ્ડિંગમાંથી પ્લાસ્ટર, કાચા પથ્થરો ખસીને પડી રહ્યા છે, જર્જરીત બિલ્ડીંગ શહેરના વચ્ચે આવેલી છે જ્યાં અનેક લોકોની અવર જરૂર રહે છે અને એક નાના બાળકો ત્યાંથી સ્કૂલે માટે પસાર થતા હોય છે ત્યારે આ જર્જરીત બિલ્ડીંગ ને લઈને લોકો માં દર નો માહોલ છે.. ત્યારે જર્જરીત બિલ્ડિંગ ને લઇ નગરજનોએ તાકીદે પાલિકા દ્વારા આ બિલ્ડિંગ પાડવામાં આવે તેવી માગ કરી છે.

થરાદના શહેર વચ્ચે આવેલી 50 વર્ષ જૂની ટાંકી પણ જર્જરિત હાલતમાં ઉભી છે

તો બીજી તરફ થરાદના શહેર વચ્ચે આવેલી 50 વર્ષ જૂની ટાંકી પણ જર્જરિત હાલતમાં ઉભી છે અને આ પાણીની ટાંકી હાલતમાં હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ટાંકીને ઝડપથી ઉતારી દેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમકે, આ રહેણાંક વિસ્તાર છે અને આજુબાજુ અનેક લોકોના મકાનમાં આવેલા છે રસ્તેથી અનેક લોકો પસાર પણ થાય છે ત્યારે આ જર્જરીત ટાંકી અચાનક જો પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

ટાંકીને તોડી પાડવા માટે ટેન્ડરીંગ પણ કરાયું

સમગ્ર મામલે થરાદ નગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે થરાદ નગરપાલિકા બાંધકામ વિભાગના લાલજી ભાઈએ જણાવ્યું હતું કે, જર્જરિત ટાંકી તોડી નાખવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે તો બીજી તરફ જે રાજભવન બિલ્ડીંગ છે તેને પાડવા માટેની પ્રક્રિયા પણ કરવામાં આવશે અત્યારે નોટિસ આપવામાં આવી છે અને ઝડપથી આ બંને જર્જરિત બાંધકામ છે તેને દૂર કરવા માટેની પ્રક્રિયા કરાશે.

 

  • Follow us on: