ટેરિફ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પ પર તેમના જ લોકો પ્રહાર કરી રહ્યા છે. પોતાના જ ઘરમાં તેમનો વિરોધ શરુ કરાયો છે. ભારત પર લગાવેલા 25 ટકા ટેરિફ મામલે દુનિયાભરમાં હડકંપ જોવા મળી રહ્યો છે. જેના કારણે બન્ને દેશના વેપાર સંબંધો વણસ્યા છે. હવે આ સંબંધને લઇને અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યુ હતુ કે, ભારત સાથે સંબંધ બગાડવા એ અમેરિકાની મૂર્ખતાની નિશાની છે.
ચીનને છૂટ ન આપોઃ નિક્કી હેલી
ટેરિફ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર તેમના જ લોકો પ્રહાર કરી રહ્યા છે. હવે ડૉનાલ્ડ ટ્રમ્પની સરકારના મંત્રી અને ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ સરકારને ચેતાવણી આપી છે. અને જણાવ્યુ છે કે, ભારત સાથે સંબંધ ખરાબ ન કરવા જોઇએ અને ચીનને વધુ પડતી છૂટ ન આપવી જોઇએ. નિક્કી હેલીએ વધુમાં કહ્યુ હતુ કે, ભારત અમેરિકાનું મહત્ત્વપૂર્ણ રણનીતિ ઘડનારુ પાટર્નર છે. ભારત સાથે દૂરી બનાવવું એ અમેરિકા માટે ઘાતકરૂપ સાબિત થશે. નિક્કી હેલીએ વધુમાં કહ્યુ હતુ કે, ચીનને છૂટ આપીને ભારત સાથે સંબંધ ખરાબ ન થવા જોઇએ. નિક્કી હેલી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી ન કરવી જોઇએ. તો આ તરફ, ચીન રશિયા અને ઇરાન પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે. તેવા સંજોગોમાં ચીનને 90 દિવસની ટેરિફ છૂટ આપવામાં આવે છે. અને ભારત પર 25 ટકા ટરિફ લાદવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે નિક્કી હેલીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યુ છે. જ્યાર ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર આગામી 24 કલાકમાં સૌથી વધુ ફરી ટેરિફ લાદવાની ધમકી આપી હતી.
રશિયા તેલ ખરીદી માટે મહત્ત્વનુંઃ ભારત
ભારત બધા ક્ષેત્રમાં સક્ષમ બને તે માટેનું સમર્થન કરનાર નિક્કી હેલીએ જણાવ્યુ હતુ કે, ચીનને છૂટ આપવી અને ભારત જેવા વિશ્વાસુ દેશને ધમકી આપવી એ ખતરનાક રમત સમાન છે. અમેરિકાની વિદેશનીતિ માટે આ પ્રકારનાં પગલાં આત્મઘાતી સમાન છે. અમેરિકાએ જ્યારથી ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ત્યારથી તે અનેક રીતે દબાણ કરી રહ્યુ છે. આ બધાની વચ્ચે ભારતે જણાવ્યુ છે કે, તે દેશ હિતમાં નિર્ણયો લેશે. અને જ્યાં જે વસ્તુ ખરીદી શકાશે તે મામલે સંબંધો જાળવશે. રશિયા પાસેથી તેલ ખરીદવું એ ભારત માટે મહત્ત્વનું છે.