મોરબીમાં યુરિયા ખાતરને લઈને કૌભાંડ થઈ રહ્યું છે. આ કૌભાંડને લઈને વધુ તપાસ કરવા સંદેશ ન્યૂઝની ટીમ જિલ્લામાં પહોંચી હતી. દરમિયાન પત્રકાર દ્વારા યુરિયા ખાતરને લઈને સંબંધિત લોકોને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા. ત્યારે કૌભાંડ અંગે પ્રશ્ન કરતાં 10 જેટલા લોકોએ સંદેશના પત્રકાર પર હુમલો કર્યો. અને મોબાઇલ સહિત તેમના કિમંતી સામાનની તોડફોડ કરી. હળવદના ભવાની ફાઉન્ડેશનના સંચાલકોએ કરી દાદાગીરી. સમગ્ર મામલે નોંધાઈ શકે ફરિયાદ.


યુરિયા ખાતર કૌભાંડ, એગ્રો ધારકની દાદાગીરી

ગુજરાતમાં ખાતરની અછતને લઇને સંદેશ ન્યૂઝ દ્વારા કવરેજ કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી મોરબીના ખાતર કૌભાંડને લઈને મામલો ગરમાયો હતો. એટલે સંદેશ ન્યૂઝ વધુ તપાસ માટે મોરબી પહોંચ્યું. દરમિયાન ભલગામડા ગામે ખાતર મામલે કવરેજ કરતી વખતે ખાતરની અછતને લઇને લોકોને સવાલ કરાતા એગ્રો ધારક ક્રોધે ભરાયો. અને એગ્રો ધારકે અન્ય શખ્સોને બોલાવી સંદેશના પત્રકાર પર હુમલો કર્યો. હળવદના ભવાની ફાઉન્ડેશનમાં ખાતરની ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું.

ભવાની ફાઉન્ડેશનનું લાઈસન્સ સસ્પેન્ડ

સ્પેશિયલ ટીમની તપાસમાં ભવાની ફાઉન્ડેશન ખેડૂતો માટેનું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચતા હોવાનું સામે આવતા સંચાલકોનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું. ઉલ્લેખનીય છે કે સપ્તાહ પહેલા મોરબી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોને યુરીયા ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ પધરાવવાનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે. અને જો ખેડૂતો દવા લેવાની ના પાડે તો તેમને યુરિયા ખાતર અપાતું નથી.

  • Follow us on: