PM મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની યાત્રા કરશે, જાપાનના પ્રવાસનો ભારત અને જાપાનના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય છે. જ્યારે પીએમ મોદી ચીનમાં શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે.
જાપાન જશે પીએમ મોદી
મળતી માહિતી મુજબ પીએમ મોદી 30 ઓગષ્ટે જાપાન માટે રવાના થશે. જ્યાં તેઓ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં તેઓ બંને દેશો વચ્ચે રણનીતિક, આર્થિક અને ટેકનિકલ સહયોગ તરફ આગળ વધવા પર ચર્ચા થવાની સંભાવના છે.
ચીન જશે પીએમ મોદી
ત્યારબાદ પીએમ મોદી 31 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે ચીનના તિયાનજિન શહેરમાં થનારી એસસીઓ સમિટમાં ભાગ લેશે. 2019 બાદ પીએમ મોદીની પહેલી ચીન યાત્રા હશે. એસસીઓ સમિટમાં ક્ષેત્રિય સુરક્ષા, આતંકવાદ, વેપાર સહયોગ અને બહુ પક્ષીય સહયોગ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરાશે.
રાજનાથસિંહ પણ ગયા હતા ચીન
આ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીનના કિંગદાઓ શહેરમાં શંઘાઇ સહયોગ સંગઠનના રક્ષામંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે એવા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો હતો જેમાં ભારતની આતંકવાદ પ્રત્યેની કડક નીતિને લઇને સ્થિતિ નબળી પડી શકતી હતી. આતંકવાદ મુદ્દે મતભેદને કારણે શંઘાઇ સહયોગ સંગઠનએ સંયુક્ત નિવેદન જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
તો બીજી તરફ પીએમ મોદીની યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર રશિયા પાસેથી તેલ ખરીદવાને લઇને નિશાન સાધ્યુ અને અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે બ્રિક્સ દેશ ડોલકના પ્રભુત્વને પડકાર આપી રહ્યા છે. એવામાં પીએમ મોદીનો આ પ્રવાસ રણનીતિને ધ્યાને રાખીને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.













