મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક જ દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રી વડાપ્રધાન મોદીને પણ મળ્યા હતા અને સાંજે વડાપ્રધાન આવાસ પર તેમની 1 કલાક સુધી બેઠક ચાલતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


મુખ્યમંત્રી વડાપ્રધાનને મળતા અનેક અટકળો

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રાહ જોવાઇ રહી છે. ગુજરાતના મોટા ભાગના મહાનગરો અને જિલ્લામાં પ્રમુખોની નિમણુક થઇ ગઇ છે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખની વરણી ક્યારે થશે તે વિશે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમાં આજે મુખ્યમંત્રી વડાપ્રધાનને મળતા અનેક અટકળો થઇ રહી છે.

પ્રદેશ પ્રમુખના નામને લઈને ચર્ચા તેજ

ગત મોડી સાંજે દિલ્હીમાં ભાજપના સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષના નામ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંક ઘણા સમયથી અટકેલી છે અને આ મામલો ભાજપ માટે એક ગૂંચવાયેલા કોકડા જેવો બની ગયો છે.

મુખ્યમંત્રીની મુલાકાતનું મહત્વ

વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. આ મુલાકાત પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હાઈકમાન્ડ હવે આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ગંભીર છે. ગુજરાતના રાજકારણમાં આ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક અનેક રાજકીય સમીકરણો બદલી શકે છે અને આગામી સમયમાં ભાજપની રણનીતિમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં

ગુજરાતમાં ભાજપમાં હવે પ્રદેશ પ્રમુખ કોણ બને છે તેની છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચા થઇ રહી છે અને હવે હાઇકમાન્ડે આ મામલો ધ્યન પર લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે દરેક કાર્યકર્તા હવે ગુજરાત ભાજપ પ્રમુખ કોણ બને છે તેની પર નજર રાખીને બેઠો છે તેવા સમયે જ અચાનક મુખ્યમંત્રીને દિલ્હીનું તેડુ આવ્યું હતું


  • Follow us on: