ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રાહ જોવાઇ રહી છે. ગુજરાતના મોટા ભાગના મહાનગરો અને જિલ્લામાં પ્રમુખોની નિમણુક થઇ ગઇ છે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખની વરણી ક્યારે થશે તે વિશે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઇ રહ્યા છે

રાજ્યના રાજકારણમાં ખાસ કરીને ભાજપના આંતરીક વર્તુળોમાં પ્રદેશ પ્રમુખ કોણ બને છે તેની છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચા થઇ રહી છે અને હવે હાઇકમાન્ડે આ મામલો ધ્યાન પર લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જઇ રહ્યા હોવાથી ગાંધીનગરની રાજકારણની ગલીઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

નવા પ્રદેશ પ્રમુખ મામલે આજે દિલ્હીમાં મહત્વની બેઠક મળી શકે

મહત્વની વાત એ છે કે સુત્રોએ કહ્યું છે કે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાલ દિલ્હીમાં જ છે અને મુખ્યમંત્રીને દિલ્હી બોલાવાયા છે જેથી સંભવ છે કે મુખ્યમંત્રી અને રત્નાકરજીને હાઇકમાન્ડ બોલાવશે અને આ મામલે ચર્ચા કરશે. નવા પ્રદેશ પ્રમુખ મામલે આજે દિલ્હીમાં મહત્વની બેઠક મળી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે

મુખ્યમંત્રી અને ભાજપના સંગઠન મંત્રી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે તેમ જાણવા મળે છે અને આજે સાંજ સુધી આ મામલે કોઇ નિર્ણય જાહેર થઇ શકે છે.


  • Follow us on: