બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાના રાજકીય અનુભવ વિશે ખુલીને વાત કરી છે, અભિનેત્રી અને BJP સાંસદ કંગના દરેક મુદ્દાઓ પર હંમેશા પોતાનું નિવેદન આપે છે. ત્યારે હવે કંગના રનૌતે એવું નિવેદન આપ્યું છે કે જે ચર્ચાઓમાં આવ્યું છે. તેણીએ કહ્યું હતું કે તેણીને રાજકારણમાં મજા નથી આવી રહી. અભિનેત્રીએ કહ્યું છે કે તેણીએ ક્યારેય વિચાર્યું ન હતું કે સાંસદ બનવું આટલું વ્યસ્ત કામ હશે.


સાંસદ બન્યા બાદ કંગના રનૌત થઈ નારાજ 

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે કહ્યું કે, 'સાંસદ તરીકેના કામ વિશે તેણીનો પહેલો અભિપ્રાય એ હતો કે તેણી તેના અન્ય કાર્ય પ્રતિબદ્ધતાઓ સાથે તેને સંભાળી શકશે. મને સ્વાભાવિક રીતે અપેક્ષા નહોતી કે આ કામ આટલું મુશ્કેલ હશે.' હકીકતમાં કંગનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે સાંસદ બનતા પહેલા તેને શું કહેવામાં આવ્યું હતું. જ્યારે મને આ ઓફર આપવામાં આવી હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમારે કદાચ 60-70 દિવસ સંસદમાં હાજર રહેવું પડશે અને બાકીના સમયે તમે તમારું કામ કરી શકો છો. જે મને ખૂબ સારું લાગ્યું પણ હવે આ ખૂબ જ મુશ્કેલ છે.

કંગનાને રાજકારણ પસંદ નથી

તમને જણાવી દઈએ કે કંગના રનૌત ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી સાંસદ ચૂંટાઈ આવી હતી. અગાઉ કંગનાએ કબૂલાત કરી હતી કે તેને રાજકારણ પસંદ નથી. સાથે જ સાંસદ બન્યા પછીના પોતાના પડકારો વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે, મને હવે સમજાઈ રહી છે. હું એમ નહીં કહું કે મને રાજકારણનો આનંદ આવી રહ્યો છે. તે એક ખૂબ જ અલગ પ્રકારનું કાર્ય છે. જેમ કે સમાજ સેવા આ મારી પૃષ્ઠભૂમિ નથી. મેં ક્યારેય લોકોની સેવા કરવાનું વિચાર્યું નથી.'

કંગના રનૌતના વર્ક ફ્રન્ટ

અભિનેત્રી છેલ્લે મોટા પડદા પર ઈમરજન્સીમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન કંગના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં તેણીએ મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. કંગના રનૌતની આગામી ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ 3 અને ભારત ભાગ્ય વિધાતાનો સમાવેશ થાય છે. 

  • Follow us on: