નિક્કી હેલીની આ ટિપ્પણી ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે જ્યારે જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સારો વેપાર ભાગીદાર રહ્યો નથી. અને તેમણે જાહેરાત કરી હતી કે આગામી 24 કલાકમાં ભારત પર ટૅરિફ ખૂબ વધારે થઈ જશે. ટ્રમ્પ ટેરિફને લઇને વારંવાર ધમકી પણ આપી રહ્યુ છે.
ભારતથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પ હવે પોતાના દેશમાં વિવાદમાં ઘેરાયા
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર ટેરિફ લગાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના દેશની અંદરથી જ ટકરાવનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં અમેરિકાની વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિ પદ માટેની પૂર્વ દાવેદાર નિક્કી હેલીએ કહ્યું છે કે, અમેરિકાએ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો બગાડવા ન જોઈએ.
નિક્કી હેલી તરફથી ટ્રમ્પને નસીહત
નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. ભારતે રશિયાથી તેલ ખરીદવું નહિ જોઈએ પણ ચીન, જે અમારા વિરોધી છે અને રશિયન તથા ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર છે, તેને 90 દિવસ માટે ટેરિફમાં છૂટ આપી દેવામાં આવી છે.ચીનને છૂટ ન આપો અને ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો બગાડશો નહીં. દક્ષિણ કેરોલિના રાજ્યની ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી.ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં યુનાઇટેડ નેશન્સમાં અમેરિકા માટે રાજદૂત રહી ચુકી છે અને તેઓ અમેરિકી કેબિનેટમાં નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા રહી છે.
ટ્રમ્પનું વિવાદિત નિવેદન
નિક્કી હેલીની આ ટિપ્પણી ટ્રમ્પના આપેલાં નિવેદનના થોડાંક કલાકો બાદ જ આવી છે. ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યો છે અને રશિયાને યુક્રેન વિરુદ્ધના યુદ્ધ માટે ઈંધણ પૂરૂં પાડે છે. એ સાથે ટ્રમ્પે ભારત પર ટૅરિફ વધારે કરવાની ઘોષણા કરી હતી અને કહ્યું કે ભારત એક સારો વેપાર ભાગીદાર રહ્યો નથી.