27 વર્ષીય હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીનીની એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ જાહેરાતે વિવાદ સર્જયો છે. પરંતુ આ વિવાદ વચ્ચે ટ્ર્મ્પે અભિનેત્રીની પ્રશંસા કરી છે. તેઓએ જણાવ્યુ છે કે, સિડની સ્વીનીની આ જાહેરાત ખૂબ 'હોટ' છે. અને તેને વધુ સમર્થન મળવુ જોઇએ. જો સિડની સ્વીની રિપબ્લીકન છે. તો તેમના જાહેરાતને વધુ સમર્થન મળવુ જોઇએ.


સિડની સ્વીની બની રોષનો ભોગ

હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીનીની હાલ ચર્ચાનો વિષય બની છે. કારણ છે તેમની એક જાહેરાત. આ જાહેરાતે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. અને વિવાદ સર્જયો છે. આ વિવાદના કારણે ચારેય બાજુ નફરતનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. યુઝર્સ હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીનીની પર ફિટકાર વરસાવી રહ્યા છે. સિડની સ્વીનીએ એક જીન્સની જાહેરાત કરી છે. આ ઇગલ બ્રાન્ડની જાહેરાત છે. આ જાહેરાતમાં એક સંવાદ છે જેના કારણે સમાજમાં બે ફાંટા પડ્યા છે. આ એડને એક વર્ગ જાતિવાદી હુમલા સાથે સરખાવે છે. તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે.

ટ્રમ્પ અને ઇગલ કંપનીની પ્રતિક્રિયા

23 જુલાઇના રોજ અમેરિકાની ઇગલ કંપનીએ હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીની સાથે જીન્સની નવી જાહેરાત લોન્ચ કરી હતી. જેમાં સિડની સ્વીની કહે છે કે, Genes are passed down from parents to offspring My jeans are blue. આનો અર્થ એ થાય છે કે, જીન્સ માતા-પિતા પાસેથી સંતાનોમાં જાય છે. મારી જીન્સ ભૂરી છે. આ જાહેરાત બાદ એક સંવાદ લખવામાં આવે છે અને તે છે, Sydney Sweeney has great jeans. આ જાહેરાત અને સંવાદ બાદ જાતિવાદી હુમલાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ બધા વિવાદ વચ્ચે ટ્રમ્પ વચ્ચે આવ્યા છે. અને જણાવ્યુ છે કે, સિડની સ્વીનીની જાહેરાત હોટ છે. તેમને સમર્થન મળવું જોઇએ. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, આ જાહેરાત અને ચર્ચાથી ખબર પડે છે કે, કેટલા લોકો રિપબ્લિકન છે. અને જો સિડની સ્વીની રિપબ્લિકન હોય તો તેમને સપોર્ટ કરવો જોઇએ. ઇગલ કંપનીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, અમારો સંવાદ માત્ર જાહેરાત માટે છે. કોઇ જાતિવાદી હુમલાને પ્રેરિત નથી. 

  • Follow us on: