અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે મે સાંભળ્યુ છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહી ખરીદે.. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ વાત સાચી છે કે નહી તે હું જાણતો નથી પરંતુ આ સારુ પગલુ છે. ટ્રમ્પે આ વાત ન્યુઝ એજન્સી એએનઆઇ દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહી..


આવુ કેમ બોલ્યા ટ્રમ્પ ? 

ટ્રમ્પે કયા આધાર પર આ વાત કહી તે જાણી શકાયુ નથી કારણ કે ભારત તરફથી રશિયા પાસેથી તેલ ન ખરીદવાને લઇને કોઇ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યારે ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા સવાલ કરવામાં આવ્યો કે ભારત પર ટેરિફ લાગુ કરવા માટે પીેમ મોદી સાથે વાત કરવાની કોઇ યોજના બનાવી છે કે નહી. ત્યારે તેના જવાબમાં ટ્રમ્પે આવો જવાબ આપ્યો હતો.

ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે રશિયા યુક્રેન યુદ્ધની વટચ્ચે તેલનું વેચાણથી થવાની આવકને સિમિત કરવાનું વૈશ્વિક દબાણ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત તેલની આયાત કરનારો ત્રીજો મોટો દેશ છે. અને પશ્ચિમી પ્રતિબંધો બાદ ભારત 2022થી રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યુ છે.

25 ટકા ટેરિફની કરી હતી જાહેરાત 

ટ્રમ્પે ગયા અઠવાડિયે વેપાર અવરોધો અને રશિયા પાસેથી તેલ અને શસ્ત્રોની ખરીદી ચાલુ રાખવા બદલ ભારતની ટીકા કરી હતી. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં તેમણે ભારત પર વાજબી વેપાર પ્રથાઓનું પાલન ન કરવાનો અને વધુ પડતા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો હતો. વળી વ્હાઇટ હાઉસે ભારતથી અમેરિકા આવતા તમામ માલ પર 25% ટેરિફની જાહેરાત કરી છે, તેમજ રશિયા સાથે ચાલી રહેલા ઉર્જા વેપાર માટે દંડ પણ જાહેર કર્યો છે.

ભારતનો પ્રતિભાવ શું છે?

ભારત સરકાર વતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાક્રમો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત અને રશિયા લાંબા સમયથી સ્થિર અને પરીક્ષણ કરાયેલા સંબંધો રહ્યા છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત-અમેરિકા સંબંધો સહિયારા હિતો, લોકશાહી મૂલ્યો અને લોકો-થી-લોકોના સંબંધો પર આધારિત છે અને વિશ્વાસ સાથે કહ્યું કે વર્તમાન તણાવ છતાં, બંને દેશો વચ્ચેના સંબંધો આગળ વધતા રહેશે.


  • Follow us on: