મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાંથી બાળકોના જીવનને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટના સામે આવ્યા બાદ વહીવટીતંત્રે સક્રિય પગલાં લીધા છે. વિદિશામાં ખતરનાક બેટવા નદી પર આવેલા સ્ટોપ ડેમના થાંભલાઓ વચ્ચે કૂદીને બાળકો દ્વારા નદી પાર કરવાના ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા બાદ હવે વહીવટીતંત્રની આંખ ઉઘડી હતી અને સોમવારે તાત્કાલિક ધોરણે આ જોખમી રસ્તો કાંટાળા ઝાડીઓ નાખીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
જોખમી રસ્તો આ રીતે પાર કરવા મજબૂર
કાકરાઉઆ અને ઈમલીયા ગામના વિદ્યાર્થીઓ લાંબા અંતરથી બચવા માટે આ અત્યંત જોખમી રસ્તો અપનાવતા હતા. વાસ્તવમાં, રોડ માર્ગે શાળાએ જવાથી આઠથી દસ કિલોમીટરનો લાંબો રસ્તો હતો, જ્યારે સ્ટોપ ડેમ પાર કરવાથી આ અંતર ઘટીને માત્ર દોઢ કિલોમીટર જ રહી જતું હતું. આ મજબૂરીના કારણે ધોરણ 9 અને 10 ના આઠથી દસ વિદ્યાર્થીઓ દરરોજ જીવના જોખમે પાલોહ હાઇસ્કૂલ સુધી પહોંચતા હતા. માત્ર બાળકો જ નહીં, પરંતુ આસપાસના ગ્રામજનો પણ વર્ષોથી આ જ રસ્તે અવરજવર કરતા હતા.
https://www.instagram.com/reel/Dbm-uF8jL7g/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
જોખમી રસ્તા પર ઉભી કરાઇ કાંટાળી ઝાડીઓ

ઘટનાની ગંભીરતાને જોઈને સોમવારે વહીવટી અને શિક્ષણ વિભાગની સંયુક્ત ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કોઈપણ બાળક કે ગ્રામજન ફરીથી આ ડેમ પાર કરવાનું જોખમ ન ખેડે તે માટે રસ્તા પર કાંટાળા ઝાડીઓ ઉભી કરી દેવાઈ છે અને સાથે જ એક ચોકીદારની પણ ખાસી તૈનાતી કરાઈ છે. રોજગાર સહાયક સુનિલ માલવિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ ત્વરિત પગલું લેવામાં આવ્યું છે.
બાળકોને હવે લાંબો અંતર કાપવું પડશે
જોકે, રસ્તો બંધ થવાથી વિદ્યાર્થીઓ સામે શિક્ષણ મેળવવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે એસડીએમ ક્ષિતિજ શર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં હાઇસ્કૂલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને લાંબા અંતર કાપવા પડે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી છે, પરંતુ ખરાબ કનેક્ટિવિટી અને લાંબા રૂટને કારણે આ મુશ્કેલી સર્જાઈ હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બંધેરા ગામની માધ્યમિક શાળાને હાઇ સ્કૂલમાં અપગ્રેડ કરવા માટેનો સત્તાવાર પ્રસ્તાવ હવે જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે રાજ્ય સરકારને મોકલવામાં આવી રહ્યો છે, જેથી બાળકોને નજીકમાં જ સુરક્ષિત શિક્ષણ મળી શકે.
આ પણ વાંચોઃ Fact Check: બાળકી તરછોડાયાનો દાવો નીકળ્યો સંપૂર્ણપણે અફવા, જુઓ Video