Viral Video: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જનતાને સારી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાના મોટા દાવાઓ કરી રહી હોય એમ લાગી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સરકારના દાવાઓ પાછળની વાસ્તવિકતા છતી થઈ છે. વીજળી ગુલ થવાને કારણે એક ડૉક્ટર મીણબત્તીથી દર્દીઓની સારવાર કરતો જોવા મળ્યો હતો.


કાશીપુરની એલ.ડી. ભટ્ટ સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. વીજળી ગુલ થવાને કારણે હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગુણવત્તાયુક્ત સંભાળની આશા રાખતા દર્દીઓએ OPDમાં મીણબત્તીના પ્રકાશમાં તેમની સારવાર કરતા ડૉક્ટરને જોયો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખતા અને ઝાંખા મીણબત્તીના પ્રકાશમાં દર્દીઓની તપાસ કરતા જોવા મળે છે. આ વીડિયોએ સમગ્ર પ્રદેશમાં વ્યાપક ચર્ચા અને લોકોનો રોષ જોવા મળી રહ્યો છે કે આતો દર્દીઓના જીવ જોખમમાં મૂકવા બરાબર છે.


હોસ્પિટલના મુદ્દાઓની સ્પષ્ટતા

જેમ જેમ આ મુદ્દો ચર્ચામાં આવ્યો, તેમ તેમ એલ.ડી. ભટ્ટ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક (CMS) ડૉ. એસ.કે. દિક્ષિતે સ્પષ્ટતા જારી કરી. તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા કે હોસ્પિટલમાં પાવર બેકઅપ સિસ્ટમનો અભાવ હતો.

https://twitter.com/askbhupi/status/2097300078654304443


ડૉ. એસ.કે. દીક્ષિતે જણાવ્યું હતું કે, "અમારી હોસ્પિટલ બે જનરેટર અને પાવર બેકઅપ માટે પૂરતા ઇન્વર્ટરથી સજ્જ છે. ઇમરજન્સી દરમિયાન, જનરેટર સમગ્ર હોસ્પિટલ માટે બેકઅપ પૂરું પાડે છે. સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો ઓપીડીનો છે. તે વીજળી ગુલ થવા દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો જ્યારે વૈકલ્પિક પાવર સિસ્ટમ શરૂ થવામાં લગભગ 10 મિનિટ લાગી હતી. ભવિષ્યમાં આવી અસુવિધા ટાળવા માટે અમે ટૂંક સમયમાં ઓનલાઈન યુપીએસ સિસ્ટમની વ્યવસ્થા કરી રહ્યા છીએ."


શું થશે હવે કાર્યવાહી?

જિલ્લા વહીવટીતંત્રે પણ આ ઘટનાની નોંધ લીધી છે. ઉધમ સિંહ નગરના એસડીએમ પંકજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ મામલો હમણાં જ તેમના ધ્યાન પર આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કાશીપુરના મુખ્ય તબીબી અધિક્ષક સાથે વાત કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતો એકત્રિત કરશે. જો તપાસમાં કોઈ બેદરકારી જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: Traffic Rules: જો ભૂલથી પણ તોડ્યો ટ્રાફિક નિયમ... તો થશે હવે આવી સજા, નહીં ચલાવી શકો ક્યારેય વાહન!