સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ આપણને વિચારવા અને આત્મમંથન કરવા મજબૂર કરે છે કે ખરેખર આવું બની શકે છે.


આશ્ચર્યચકિત કરી દે એવો વીડિયો

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો માત્ર આશ્ચર્યચકિત જ નથી થતા, પરંતુ ભાવુક પણ બની જાય છે. વીડિયોમાં એક અપંગ વ્યક્તિ અદ્ભુત રીતે વોલીબોલ રમતો જોવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિના બંને હાથ નથી, છતાં તેની રમત, સંતુલન અને આત્મવિશ્વાસ એટલા પ્રભાવશાળી છે કે કોઈપણ વ્યક્તિને પ્રેરણા મળે એવી ક્ષણો સર્જાય છે.

વ્યક્તિનું નામ

આ વ્યક્તિનું નામ પરસા રામ હોવાનું કહેવાય છે. તે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પરસા રામ પોતાના પગની મદદથી બોલને ઉપર ફેંકે છે અને પછી અદ્ભુત સંતુલન અને ઝડપ સાથે વોલીબોલ રમે છે. એક હાથ સંપૂર્ણ રીતે નથી અને બીજો હાથ પણ અડધાથી વધુ કપાયેલો છે, છતાં તેની ઝડપ અને રમત પરની પકડ જોઈને લોકો દંગ રહી જાય છે.

પારસાની રમત આપે છે સંદેશ

પરસા રામની રમત માત્ર એક રમત નથી, પરંતુ તે એક સંદેશ છે. તે સંદેશ છે કે જીવનમાં મુશ્કેલીઓ કેટલી પણ મોટી હોય, જો મન મજબૂત હોય તો તેને પાર કરી શકાય છે. સામાન્ય રીતે ઘણા લોકો નાની મુશ્કેલીમાં પણ હાર માની લે છે, પરંતુ પરસા રામે પોતાની શારીરિક અસમર્થતાને પોતાની કમજોરી બનવા દીધી નથી. આ 41 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર @bs_rupawat નામના યુઝરે શેર કર્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે પરસા રામે સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય હોય તો શારીરિક નબળાઈ કોઈ અવરોધ નથી. વીડિયો સામે આવતા જ હજારો લોકોએ તેને જોયો, લાઈક કર્યો અને વખાણ કર્યા.


કોમેન્ટમાં લોકોએ શું કહ્યું ?

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, “આ વીડિયો જીવનનો સાચો પાઠ આપે છે.” જ્યારે બીજા એકે કહ્યું, “બંને હાથવાળા લોકો પણ આટલી ચોકસાઈથી નથી રમતા.” આવી અનેક પ્રતિક્રિયાઓ પરસા રામને આજે લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનાવી રહી છે. પરસા રામની આ કહાની આપણને યાદ અપાવે છે કે હાર શરીરની નહીં, પરંતુ મનની હોય છે. જો આત્મવિશ્વાસ અને મહેનત હોય, તો કોઈ પણ મર્યાદા તમને રોકી શકતી નથી.

Disclaimer : આ એક વાયરલ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે અને વીડિયો જોયા બાદ તમને લાગશે કે મેળામાં કોઈક વસ્તુને વેચી રહેલા વ્યક્તિના પગે વળગીને બાળક સુઈ રહ્યો છે. વાયરલ વીડિયોની અમુક બહાર આવેલી વિગતો મુજબ એક પિતાના પગને વળગી બાળક સુઈ રહ્યો છે અને પિતા માટેની દુવિધા એ લાગી રહી છે કે તેના માટે બાળકની ઉંઘ કરતા વધારે રોજી રળવી મહત્વતતા ધરાવે છે... આપ પણ આપના પ્રતિભાવ આપજો વીડિયો જોઈને કે ખરેખર લાચાર કોણ ?


આ પણ વાંચો : Viral News : માત્ર શોખ માટે ખરીદી એક જૂની ટેન્ક, અંદરથી મળ્યું એવું કે માલિક પણ દંગ રહી ગયો


  • Follow us on: