વિચારો કે તમે કોઈ લગ્નમાં જમવાની મેજબાની માણી રહ્યા હોવ અને અચાનક ધોધમાર વરસાદ વરસે તો તમે શું કરશો? તમારી મજા બગડી જશે, તમે વરસાદમાં પલળવાથી બચવા માટે આમતેમ ભાગવા માંડશો. પણ હાલમાં વાયરલ થયેલા લગ્નના એક વિડીયોએ આ માનસિકતાને બદલી નાખી છે. જેમાં ભારે વરસાદ છતા એક વ્યક્તિએ પોતાનું ખાના મિશન શરૂ રાખ્યું છે. આ દશ્ય જેણે પણ જોઈ તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયુ. જો કે ઘણા લોકો આ વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે. 


વાયરલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક લગ્નની પાર્ટીમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. લોકો સતત વરસાદથી બચવા માટે ભાગી રહ્યા છે અને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે એક વ્યક્તિ આખો પલળી ગયો છે તે છતા વરસાદના પાણીની પરવા કર્યા વગર જ પોતાના ખાવાના મિશન પર ફોકસ કરી રહ્યો છે. આટલા ધોધમાર વરસાદમાં પણ આ વ્યક્તિનો હોંસલો બુલંદ છે.  

સૌથી મહત્વની વાત તો એ છે કે આ વ્યક્તિની આસપાસ કોઈ નથી. બીજા લોકો પોતાને વરસાદથી બચાવવા માટે આમ-તેમ ભટકી રહ્યા છે. આવામાં આ દશ્ય જોઈને હેરાન થઈ જશો કે આ દિલેર વ્યક્તિ કોણ છે. વરસાદ એટલો હતો કે રોટલી પણ પલળી ગઈ હતી. થાળીમાં પાણી ભરાઈ ગયું હતું પણ આ ફૂડી વ્યક્તિ તેના ખાવા મિશન પર અડગ રહ્યો.

એક યુઝર્સે કમેન્ટ કરી હતી કે 'આ વ્યક્તિને બે ટાઈમની રોટલીની કિંમત ખબર છે'. તો બીજા યુઝર્સે સલાહ આપી કે 'ટેબલ નીચે બેસીને પણ ખાઈ શકતો હતો'. બીજા એક યુઝર્સે કમેન્ટ કરી કે 'દાવત તો જમીને જ જીઈશ'. અન્ય એકે કહ્યું કે 'ભાઈએ અનાજનું સન્માન કર્યું છે' 


  • Follow us on: