હવામાનમાં આ પલટો સામાન્ય જીવન અને શહેરની પ્રવૃત્તિઓને અસર કરી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન 70 કિમી/કલાક સુધીની ગતિએ ફૂંકી શકે છે.ઉત્તર ભારતના મેદાન વિસ્તારમાં માર્ચની શરૂઆતથી જ ગરમી ઝડપી રીતે વધી રહી છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જ્યારે દિલ્હીમાં પણ તાપમાન લગભગ 37 ડિગ્રી સુધી નોંધાયું છે. આ વધતી ગરમીને કારણે પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય થવા લાગી છે.

વધતી ગરમીને કારણે પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય થવા લાગી

હવામાન વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે આંધી- વરસાદ દરમિયાન ખુલ્લા સ્થળો પર ન રહેવુ, કમજોર બાંધકામ પર ધ્યાન આપવું અને વાહન ચલાવતા સમયે સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ગરમી અને પવનના આ ફેરફારથી લોકોને તાપમાનમાં અચાનક ઉતાર-ચઢાવનો અનુભવ થશે, જે કઈક હદ સુધી રાહત લાવશે પણ કેટલીક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરી શકે છે.

હવામાન વિશેષજ્ઞોના મતે, આ પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિ માનસૂન શરૂ

ખેડૂતોએ પણ આગાહી મુજબ પાકની સંભાળ માટે યોગ્ય તૈયારી રાખવી જરૂરી છે. હવામાન વિશેષજ્ઞોના મતે, આ પ્રી‑મોન્સૂન પ્રવૃત્તિ માનસૂન શરૂ થવાના પહેલાં હવામાન પ્રણાળી સક્રિય થવાની નિશાની છે. ધીમે-ધીમે આ અસર ઉત્તર ભારતના મોટા ભાગમાં જોવા મળશે અને આગામી દિવસોમાં આગાહી મુજબ તાપમાનમાં ફેરફાર અનુભવાશે.

હવામાન પ્રવૃત્તિથી બચવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ

નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક હવામાન અપડેટને નિયમિત તપાસે, સુરક્ષા અને સાવધાનીના પગલાં અમલમાં લાવે અને અનિશ્ચિત હવામાનની સ્થિતિ માટે તૈયાર રહે. આ અચાનક હવામાન પ્રવૃત્તિથી બચવા માટે પૂર્વ તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: India Secret Oil Reserve:ખરાબથી ખરાબ સમય સામે લડવાની તૈયારી, જાણો ભારતમાં ક્યાં છે તેલ ભંડાર?