ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, દિલ્હી-એનસીઆર સહિત દેશના ૧૬ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપને કારણે ચોમાસું ફરી એકવાર અત્યંત આક્રમક બન્યું છે, જેના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી આ સિલસિલો યથાવત રહેવાની સંભાવના છે.
સતત વરસાદને કારણે ચિત્રકૂટમાં પૂર
સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મધ્ય પ્રદેશના વિંધ્ય અને બુંદેલખંડ ક્ષેત્રનો સમાવેશ થાય છે. સતત 18કલાકના મુશળધાર વરસાદને કારણે સતના, છતરપુર, ટીકમગઢ અને પન્ના સહિત યુપી-એમપી સરહદે આવેલા ચિત્રકૂટમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અહીં પૌરાણિક મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર એટલે કે આશરે ૩૦ ફૂટની ઊંચાઈએ વહી રહી છે, જેને પગલે કિનારાના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
https://twitter.com/ANI/status/2093881054704939336
