પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનસોલના કુલ્ટીના બડીરા વિસ્તારમાં BCCLની ઓપન કોસ્ટ કોલસાની ખાણમાં મંગળવારે મોટી દુર્ઘટના બની છે. આરોપ છે કે ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા દરમિયાન ખાણની અંદર બનેલી સુરંગ અચાનક ધસી પડી, જેમાં ઘણા મજૂર ફસાઈ ગયા છે.
1-2 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોય શકે
સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે 5-6 મજૂર ખોદકામ કરી રહ્યા હતા અને ખાણની અંદર હાજર હતા. અત્યાર સુધીમાં 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહી છે, તેમને સારવાર માટે આસનસોલની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્રને આશંકા છે કે હજુ પણ 1-2 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોય શકે છે. તેમને કાઢવા માટે પોકલેન મશીન દ્વારા યુદ્ધસ્તર પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ
દુર્ઘટનાની જાણ થતાં જ ખાણની આસપાસ ઘણા લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. મૃતકો અને લાપતા લોકોના પરિવારજનો ઘટનાસ્થળ પર હાજર છે. પરિવારજનોનો આરોપ છે કે કોલસા માફિયાથી જોડાયેલા લોકો તેમને વિસ્તારમાંથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ પરિવારજનો પોતાના લોકોને મળવા માટે ત્યાં ઉભા છે.
ગેરકાયદેસર ખનન સામે અનેક સવાલો
ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી ઘટના નથી કે બડીરાની આ ઓપન કાસ્ટ ખાણમાં આ ઘટના બની હોય. આ પહેલા પણ ઘણી વખત ખાણ ધસી જવાના કારણે કેટલાક લોકોના મોત થયા છે, તેમ છતાં ગેરકાયદેસર ખનન ચાલુ રહે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે દરરોજ 3-4 ટ્રક ગેરકાયદેસર કોલસો અહીંથી કાઢીને આસપાસની ભઠ્ઠીઓમાં લઈ જાય છે. આ દુર્ઘટના બાદ ફરી એક વખત ખાણની સુરક્ષા, કોલસા માફિયાઓના નેટવર્ક પર ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલમાં ઘટનાસ્થળે મોટી માત્રામાં પોલીસ દળ અને CISFની તૈનાતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Delhiમાં વેપારીના નિવાસસ્થાને કરાયુ ફયરિંગ, નાણાંની લેતી-દેતી મામલે ઘટનાને અપાયો અંજામ