India: દેશના વિવિધ ભાગોમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના એક મૂલ્યાંકનમાં ભારતને એવા દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે જે 'અલ નીનો' (El Niño) ને કારણે સ્વાસ્થ્યના ઊંચા અથવા અત્યંત ઊંચા જોખમનો સામનો કરી રહ્યા છે; અલ નીનો દક્ષિણ એશિયામાં હવામાનની પેટર્નમાં ફેરફાર લાવી રહ્યું છે.
અલ નીનો એ મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીનું સમયાંતરે ગરમ થયું છે; તે વૈશ્વિક હવામાનની પેટર્નને ખોરવી શકે છે અને પેસિફિક ક્ષેત્રની બહાર દૂર સુધી વરસાદ અને તાપમાનને અસર કરી શકે છે.
અહેવાલમાં શું મૂલ્યાંકન કરવામાં આવ્યું?
WHOનો "ગ્લોબલ પબ્લિક હેલ્થ સિચ્યુએશન એનાલિસિસ: અલ નીનો 2026" અહેવાલ 5 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તે ભારતને ઊંચા અથવા અત્યંત ઊંચા જોખમ ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરે છે. અહેવાલ મુજબ, ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે દક્ષિણ એશિયાના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ અને સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે.
ભારતમાં વધતા રોગો
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે દેશના અમુક ભાગોમાં મચ્છર, કીડા મકોડાથી ફેલાનારા રોગ (vector-borne diseases) પહેલેથી જ વધી રહ્યા છે. દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 90 કેસ નોંધાયા હતા. જે આ વર્ષની સૌથી વધુ માસિક સંખ્યા છે. જેનાથી 29 ઓગસ્ટ સુધીમાં કુલ કેસોની સંખ્યા 311 પર પહોંચી ગઈ છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મેલેરિયાના કેસો પણ જુલાઈમાં 17 થી વધીને ઓગસ્ટમાં 53 થયા છે, જેથી વર્ષના કુલ કેસોની સંખ્યા 119 પર પહોંચી છે. આ સંસ્થા વર્તમાન ડેન્ગ્યુ કે મેલેરિયાના કેસોને સીધા અલ નીનો સાથે જોડતી નથી, પરંતુ તેને "જોખમમાં ફેરફાર કરનાર પરિબળ" (risk modifier) તરીકે જુએ છે, જેની અસર સ્થાનિક હવામાનની સ્થિતિ, જોખમની રૂપરેખા અને આરોગ્યસંભાળ પ્રણાલીની ક્ષમતા પર આધારિત હોય છે.
ભારત માટે ચિંતાનો વિષય
ગરમી એ ભારત માટે મુખ્ય ચિંતાનો વિષય છે. ઊંચા તાપમાનને કારણે હીટ એક્ઝોશન (અતિશય ગરમીથી થતી થાક/અશક્તિ) અને હીટસ્ટ્રોક (લૂ લાગવી) થઈ શકે છે. આ ઉપરાંત, હૃદય, શ્વસનતંત્ર, કિડની અને ચયાપચય (metabolism) સંબંધિત સ્થિતિઓ વધુ ગંભીર બની શકે છે. અતિશય ગરમી માતાઓ અને નવજાત શિશુઓના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. કુપોષણ, ખોરાકની અછત અને બિન-ચેપી રોગોની સ્થિતિ વધુ ખરાબ થવી એ પણ ચિંતાના કારણો છે.
વરસાદ અને પાણીની ઉપલબ્ધતામાં ફેરફાર અનાજના ઉત્પાદનને અસર કરી શકે છે, જ્યારે ભારે વરસાદ અને પૂર લેપ્ટોસ્પાયરોસિસનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને નબળી સ્વચ્છતા અને ડ્રેનેજ સિસ્ટમ ધરાવતા વિસ્તારોમાં. WHOએ ભારત-નેપાળ અને ભારત-ભૂટાન સરહદો તરફ પણ ધ્યાન દોર્યું છે. જ્યાં લોકોના સ્થળાંતરને કારણે સરહદ પાર રોગ ફેલાવાનું જોખમ વધી શકે છે.
આ પણ વાંચો: Indiaમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં ચલાવી શકે ઈન્સ્ટા-ફેસબુક? જાણો શું છે મામલો
