Supreme court આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 બળવાખોર સાંસદોની અયોગ્યતા અંગેની અરજીઓ પર નિર્ણય લેવામાં થયેલા ત્રણ મહિનાના વિલંબને ‘રેડ ફ્લેગ’ ગણાવ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચ TMC સાંસદ અભિષેક બેનર્જીની અરજી પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બાગચીએ કહ્યું કે ત્રણ મહિના વીતી ચૂક્યા છે, જ્યારે સાંસદોની અયોગ્યતાનો મામલો લોકતાંત્રિક પ્રક્રિયા પર અસર કરે છે.
જૂનમાં સાંસદોએ પાર્ટી છોડી હતી
જૂનમાં આ સાંસદોએ પાર્ટી છોડીને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા હતા અભિષેક બેનર્જીએ 18 જૂને બંધારણની દસમી અનુસૂચિ હેઠળ આ સાંસદોની અયોગ્યતા અંગેની અરજી દાખલ કરી હતી.
સાંસદોને જવાબ માટે ચાર અઠવાડિયાનો સમય
કોર્ટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી નથી. જોકે, અરજીને પેન્ડિંગ રાખીને 6 અઠવાડિયા બાદ આ કેસની કાર્યવાહી અંગે અપડેટ માંગ્યા છે. સાંસદોને પોતાની તરફથી જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોલેજિયમ સિસ્ટમ શું છે?, જજોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, જાણો શું કહ્યું