આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખાસ બનવા જઇ રહ્યુ છે. કારણે યોગ દિન દરમિયાન વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. પીએમ મોદી 21 જુનના રોજ વિશાખાપટ્ટનમની મુલાકાત લેશે. અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. અહીં 2.5 લાખ લોકો એક સાથે યોગ કરશે. આ ઉજવણી દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. અને જનતાને પ્રાત્સાહન આપશે.
વિશાખાપટ્ટનમમાં કરાશે ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિશાખાપટ્ટનમના કોસ્ટલ રોડ પર ખાસ કાર્યક્રમ આયોજિત કરાશે. 27 કિમી લાંબા રોડ પર યોગ કરાશે. 2.5 લાખ લોકો કરશે યોગ. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ પીએમ મોદી સાથે યોગ કરવા માટે કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીએ હમેંશા તંદુરસ્તીને પ્રાધાન્ય આપ્યુ છે. અને તેઓ મનકી બાતમાં પણ શારિરીક અને માનસિક તંદુરસ્તી માટે લોકોને અપીલ કરતા રહે છે.
2015થી યોગ દિનની ઉજવણીની શરૂઆત
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, 21 જુને યોગાની ઉજવણી માટે ભવ્ય સ્વરૂપ ધારણ કર્યુ છે. ભારત તરફથી માનવતાને આ એક અમૂલ્ય ભેટ છે. ભારતની જનતા આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. સામાન્ય વર્ગથી લઇને મોટી હસ્તીઓ સુધી આ ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 માટે 10 અનોખા કાર્યક્રમો પર નજર કરીએ તો,
યોગ સંગમમાં 10 હજાર સ્થળોએ એક સુમેળ યોગ પ્રદર્શન કરાશે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ રેકોર્ડ બનાવવાનો છે. તો યોગ બંધનમાં પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ સત્રો યોજવા માટે 10 દેશો સાથે વૈશ્વિક ભાગીદારી કરાશે. યોગ પાર્કમાં સમુદાય જોડાણ માટે 1,000 યોગ પાર્કનો વિકાસ કરાશે. યોગ સમાવેશમાં દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો, બાળકો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો માટે ખાસ યોગ કાર્યક્રમો યોજાશે. યોગ અસરમાં જાહેર આરોગ્યમાં યોગની ભૂમિકા પર દાયકાઓનું પ્રભાવ મૂલ્યાંકન રહેશે. યોગ કનેક્ટમાં પ્રખ્યાત યોગ નિષ્ણાતો અને આરોગ્યસંભાળની તાલીમ અપાશે. વ્યાવસાયિકો દર્શાવતી વર્ચ્યુઅલ વૈશ્વિક યોગ સમિટ યોજાશે.