અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા વધુ ટેરિફ લગાવવા પર વૈશ્વિક તણાવ વધી ગયો છે. ચીને ભારતનુ સમર્થન કર્યુ છે અને અમેરિકાની સખત નિંદા કરી છે. ચીની રાજદૂતે ટેરિફને આર્થિક દબાણનો હથિયાર બતાવ્યુ છે. જે વિશ્વ વેપાર સંગઠનના નિયમોનુ ઉલ્લંઘન કરે છે.
વધુ ટેરિફ પર ચીન પણ ભારત સાથે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધુ ટેરિફ લગાવ્યો છે. જેને લઇને તણાવ વધ્યો છે. 25 ટકા વધુ ટેરિફ લગાવ્યા બાદ ભારત સાથે હવે ચીન ઉભુ છે અને તે અમેરિકા પર ભડક્યુ છે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઇહોંગે ભારત સહિત અન્ય દેશો પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પને યોગ્ય જવાબ આપ્યો છે. ચીની રાજદૂતે ટ્વીટર પર લખ્યુ છે કે ધમકાવનારને એક ઇંચ પણ આપો એ એક માઇલ લઇ લેશે. આ મેસેજની સાથે એમણે ચીની વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલિયાઇ રાષ્ટ્રપતિ લૂલાના મુખ્ય સલાહકાર સેલ્સો અમોરિમ વચ્ચે વાતચીતનો એક અંશ ટાંકીને પોસ્ટમાં લખ્યુ કે, બીજા દેશોને દબાણ માટે ટેરિફને હથિયારના રૂપમાં ઉપયોગ કરવો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો ઉલ્લંઘન છે. વિશ્વ વેપાર સંગઠનના નિયમોનેના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને અપ્રિય અને અસ્થિર બંને છે.
ટેરિફને લઇને ટ્રમ્પ બોખલાયા
ટ્રમ્પે જે પ્રમાણે વધુ 25 ટકા ટેરિફ લાદ્યો છે અને હજુ લાદવાના સંકેત આપી રહ્યા છે. જેને લઇને ચોક્કસ ભારતમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થશે. પરંતુ તેનાથી પણ વધારે ટ્રમ્પ માટે ચિંતાનું કારણે છે કે ભારત પર જે ટેરિફ લાદવામાં આવ્યો છે તે છેલ્લાં 100 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ટેરિફ છે. જેને લઇને મોઁઘવારી વધશે, અન્ય દેશો પણ તેમના પ્રમાણે આયાત નિકાસ કરી શકે છે. એટલેકે ટ્રમ્પના આ બોખલાટને કારણે અમેરિકાની જનતા માટે ઘાતક સાબિત થઇ શકે છે.