વડાપ્રધાન મોદી જ્યારે પણ વિશ્વના કોઈપણ દેશની મુલાકાતે જાય છે ત્યારે તેઓ તે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ભારતીય સંસ્કૃતિ અને વારસાને લગતી વસ્તુઓ ભેટ આપવાનું ભૂલતા નથી. નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત દરમિયાન પીએમ મોદી પોતાની સાથે દેશના ખૂણે ખૂણેથી અનોખી ભેટો લઈ ગયા. મુલાકાત દરમિયાન, પીએમ તેમની સાથે મહારાષ્ટ્રમાંથી 8, જમ્મુ અને કાશ્મીરમાંથી 5, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી 3-3, ઝારખંડમાંથી 2 અને કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને લદ્દાખમાંથી 1-1 ભેટ લઈ ગયા.


પ્રધાનમંત્રી મોદીએ 2 થી 9 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમણે તમામ દેશોના વડાઓને કેટલીક ખાસ ભેટો આપી હતી. આ તમામ ભેટો ભારતના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવી હતી, જે તે રાજ્યોની સંસ્કૃતિ અને ઇતિહાસની ઝાંખી કરાવે કરે છે. જોકે, આ પહેલી વખત નથી કે પીએમ મોદીએ વિદેશ પ્રવાસ પર આવી ભેટો લીધી હોય. અગાઉ, પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમની પત્ની માટે પણ ખાસ ભેટો લીધી છે.

પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસ પર જાય છે ત્યારે તેઓ તેમની સાથે ભેટ અચુક લઈ જાય છે. આ પ્રકારની ભેટ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો જાળવવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે પીએમ મોદી વિદેશમાં જે ભેટો લે છે તે કોણ ખરીદે છે? શું પીએમ મોદી તેમની સેલેરીમાંથી આટલી મોંઘી ભેટો ખરીદે છે? તેના પર કોણ ખર્ચ કરે છે? જાણો.

પીએમ મોદી દ્વારા વિદેશી રાષ્ટ્રના અધ્યક્ષો અને તેમના પરિવારોને આપવામાં આવતી ભેટોનો ખર્ચ કોણ ઉઠાવે છે? શું પ્રધાનમંત્રી મોદી પોતે આ ખર્ચ ઉઠાવે છે? જવાબ ના છે. વાસ્તવમાં, કોઈપણ રાષ્ટ્રના વડાને આવી ભેટો આપવા પાછળનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો છે. આવી સ્થિતિમાં, વિદેશ મંત્રાલયનો પ્રોટોકોલ વિભાગ એ વ્યવસ્થા કરે છે કે કયા રાજ્યના વડાને કઈ ભેટ આપવામાં આવે અને તે ક્યાંથી ખરીદવામાં આવે. એક RTI માં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રના વડાઓને આપવામાં આવતી ભેટો સરકારી બજેટમાંથી ઉઠાવવામાં આવે છે.

  • Follow us on: