અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપેલા નિવેદનથી ભારત-અમેરિકા સંબંધોને લઈને ફરી ચર્ચા તેજ બની છે. રવિવારે નવી દિલ્હીમાં આવેલ અમેરિકી દૂતાવાસ ખાતે અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ભારત માટેના અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેને ફોન કર્યો હતો.

https://x.com/ANI/status/2058581110909718808?s=20


ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી મજબૂત

તે સમયે સર્જિયો ગોર કાર્યક્રમમાં હાજર હતા અને ટ્રમ્પ સાથે થયેલી વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું, “I Love India and PM Modi.” ટ્રમ્પના આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર મહેમાનો વચ્ચે ભારે ચર્ચા જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન સર્ઝિયો ગોરે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સતત મજબૂત બની રહી છે અને તેનું મુખ્ય કારણ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તેમની ટ્રમ્પ સાથે વાત થાય છે ત્યારે તેઓ સૌથી પહેલા પૂછે છે કે “મારા મિત્ર વડાપ્રધાન મોદી કેમ છે?”

ભારત-અમેરિકા વચ્ચે જલદી જ થશે ડિલ

ગોરે વધુમાં જણાવ્યું કે બંને દેશો આર્થિક અને વ્યૂહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવા માટે સાથે કામ કરી રહ્યા છે. નવા બજારો, ઈનોવેશન અને રોજગાર સર્જન જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ટ્રમ્પ અને મોદીને દુરદર્શી નેતાઓ ગણાવતા કહ્યું કે બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપવા માટે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન સર્જિયો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે જલ્દી જ એક અંતરિમ ટ્રેડ ડીલ સાઈન થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે અને આગામી અઠવાડિયાઓમાં વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.

આ પણ વાંચો : Russiaએ Ukraine પર 90 મિસાઈલો અને 600 ડ્રોન છોડ્યા, 4થી વધુના મોત, 80 ઘાયલ