નવી દિલ્હીથી યુક્રેનની દૂરી લગભગ 5000 કિલોમીટરની છે. પરંતુ ત્રણ વર્ષથી વધારે સમયથી ચાલતા આવતા યુદ્ધમાં ભારતની ભૂમિકા મહત્વ પૂર્ણ બની ગઇ છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત પોતાની તટસ્થ અને સંતુલિત કૂટનીતિ દ્વારા એક અદ્રશ્ય પરંતુ મહત્વપૂર્ણ પાર્ટનરની ભૂમિકા નિભાવી છે. ભારતની રશિયા પાસેથી કાચું ઓઇલ ખરીદવાની ક્ષમતા નવી દિલ્હીને આ યુદ્ધને પ્રભાવિત કરવાની આર્થિક તાકાત આપી રહી છે. ભારત પ્રત્યક્ષ રૂપથી ભલે આ યુદ્ધને પ્રભાવિત નથી કરી રહ્યુ પરંતુ અમેરિકા અને યુરોપ કહે છે કે ભારત રશિયા પાસેથી કાચું ઓઇલ ખરીદીને રશિયાના વોર મશીનની ફંડિગ કરી રહ્યુ છે.
દેશો વચ્ચે વિશ્વનિયતા સ્થપાઇ
આ સિવાય રશિયા અને યુક્રેન બંને પક્ષો સાથે ભારતના મજબૂત સંબંધ, તેમની રણનીતિક સ્વાયત્તા અને વૈશ્વિક મંચ પર સંવાદ તેમજ શાંતિની વકાલતે આ યુદ્ધમાં એક વિશ્વસનીય મધ્યસ્થી રૂપમાં સ્થાપિત કરી છે. અલાસ્કામાં પુતિન અને ટ્રમ્પ વચ્ચે બહુપ્રતિક્ષિત મુલાકાતે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કામ કર્યુ છે. આ મુલાકાત બાદ જ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ઝેલેન્સ્કી અને યુરોપીય નેતાઓ સાથે મુલાકાતની પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી.
પુતિન-ઝેલેન્સ્કીનો પીએમ મોદીને કોલ
અલાસ્કાથી પાછા ફર્યા બાદ જ રશિયા રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને પીએમ મોદીને ફોન લગાવ્યો અને આ બેઠક વિશે જાણકારી આપી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેન યુદ્ધના શાંતિ પૂર્ણ સમાધાનની ભારતની પ્રતિબદ્ધતા ગણાવી અને દરેક પ્રયાસોનું સમર્થન કરવાની વાત કહી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ પર પણ ચર્ચા કરી અને નિરતંર સંપર્ક બનાવી રાખવા પર સંમત થયા.
11 ઓગસ્ટ 2025એ યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ મોદી સાથે વાત કરી અને રશિયા હુમલાઓ, વિશેષ રૂપથી ઝાપોરિઝિયા પર બોમ્બમારો થયો હોવાની જાણકારી આપી હતી. તેમણે યુદ્ધ માટે રશિયાની નાણાકીય ક્ષમતા ઘટાડવા માટે તેની તેલ નિકાસ પર નિયંત્રણો લાદવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.ઝેલેન્સ્કીએ ભારતના શાંતિ પ્રયાસોની સરાહના પણ કરી અને સપ્ટેમ્બરમાં UNGA મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી.