દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા સાથે માલદીવમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માલદીવમાં પ્રવાસ દરમિયાન તેમની સ્પીડબોટ અચાનક પલટી ગઈ હતી, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની ગંભીરતાને જોતા તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે.
દિગ્ગજ રેલી ડ્રાઈવર ગુમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્પીડબોટ પર ગૌતમ સિંઘાનિયાની સાથે દેશના જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંઘ અને અન્ય એક મિત્ર પણ સવાર હતા. અકસ્માત બાદ આ બંને વ્યક્તિઓ હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે, જેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેઓ મુંબઈમાં તબીબી દેખરેખ હેઠળ છે. હાલ તેમની હાલત સ્થિર છે.
