ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. બંને દેશોએ 7 ફેબ્રુઆરી 2026ના રોજ સંયુક્ત નિવેદન બહાર પાડીને પરસ્પર લાભદાયી વેપાર માટે એક અંતરિમ સમજૂતી કરાર પર સહમતિ વ્યક્ત કરી હતી. આ કરારે વ્યાપક ભારત–અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટો પ્રત્યે બંને દેશોની પ્રતિબદ્ધતા ફરીથી સ્પષ્ટ કરી છે.
https://twitter.com/ANI/status/2059592305510940773
સમજૂતીની વિગતોને અંતિમરૂપ આપવાનો પ્રયાસ
આ સમજૂતી બાદ ભારતીય પ્રતિનિધિમંડળે 20થી 23 એપ્રિલ 2026 દરમિયાન વોશિંગ્ટન ડીસી જઈને અમેરિકન સમકક્ષો સાથે સીધી બેઠક યોજી હતી. આ મુલાકાતમાં વેપાર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગળની દિશા નક્કી કરવામાં આવી હતી. હવે વાટાઘાટોને વધુ આગળ વધારવા માટે અમેરિકાની મુખ્ય વાટાઘાટકારના નેતૃત્વ હેઠળની ટીમ 1થી 4 જૂન 2026 દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો અંતરિમ સમજૂતીની વિગતોને અંતિમરૂપ આપવાનો પ્રયાસ કરશે.
રોકાણ અને વેપાર સુવિધાઓ પર ફોકસ
આ વાટાઘાટોમાં બજાર પ્રવેશ, ગેર-શુલ્ક અવરોધો, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, રોકાણ પ્રોત્સાહન તથા આર્થિક સુરક્ષા સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશોનો ઉદ્દેશ એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર તરફ આગળ વધવાનો છે, જે ભારત–અમેરિકા આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.
આ પણ વાંચો : Iran America Deal: 8 દેશમાં ફસાયા ઈરાનના 120 અબજ ડોલર, ભારત પણ યાદીમાં સામેલ