ભારતમાં પણ અનેક સ્થળોએ શિયા સમુદાયના લોકોએ શોક અને નારાજગી વ્યક્ત કરી છે. શ્રીનગરથી લઈને લખનૌ સુધી શિયા મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા

ભારતમાં પણ અનેક સ્થળોએ શિયા સમુદાયના લોકોએ શોક અને નારાજગી વ્યક્ત કરી છે. શ્રીનગરથી લઈને લખનૌ સુધી શિયા મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.
હવે પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. વિરોધ રોકવા માટે Lal Chowk વિસ્તારને પ્રશાસને સીલ કરી દીધો છે. ક્લોક ટાવર આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2028314469194166317
આ ઉપરાંત, સ્કૂલ અને કોલેજોને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અને કાલે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. University of Kashmir એ પણ પોતાની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.
ખામેનેઈના નિધનની ખબર બાદથી દેશના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ શિયા સમુદાયના લોકોએ મોટા પાયે પ્રદર્શન કર્યું હતું. મૌલાના કલ્બે જવાદ સાહેબે લોકોને અપીલ કરતાં રવિવારે દુકાનો બંધ રાખવા અને ત્રણ દિવસના શોકનું પાલન કરવાની માંગ કરી હતી.
દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કુલગામમાં પણ લોકો એકત્રિત થયા અને ખામેનેઈ માટે દુઆ કરી. પુલવામાના ગંગૂ વિસ્તારમાંથી લઈને મેઈન ચોક સુધી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું.
દેશના ઉત્તર ભાગોમાં શ્રીનગર, બાંદીપોરા, અનંતનાગ અને ગંદરબલ સહિત અનેક વિસ્તારોમાં આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન નોંધાયા હતા.
આ પણ વાંચો: Israel Iran War: પુણેના 90 MBA વિદ્યાર્થીઓ, ઠાણેના 23 લોકો દુબઇમાં ફસાયા, વિમાનયાત્રા પર મુશ્કેલી