ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા સંબંધિત એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. એલપીજી (LPG) ટેન્કર MV Sunshine હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું છે અને ભારત તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે. આ જહાજ ભારત માટે એલપીજી લઈને આવી રહ્યું છે અને તેને પર્શિયન ગલ્ફમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/2054601794672894434
ભારત તરફ આવતું 15મું LPG શિપ
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ભારત તરફ આવતું 15મું LPG શિપ છે જેને પર્શિયન ગલ્ફ વિસ્તારમાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. હાલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. આવા સમયે ભારત માટે ઊર્જા પુરવઠો સતત જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ જહાજને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે ભારતીય નૌસેના સહિત અનેક એજન્સીઓ દ્વારા સંકલિત સહયોગ આપવામાં આવી રહ્યો છે. જહાજની સુરક્ષા, માર્ગદર્શન અને સતત મોનિટરિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારના જોખમ વિના તે ભારત સુધી પહોંચી શકે.
દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ
ભારત પોતાની LPG જરૂરિયાતનો મોટો ભાગ આયાત દ્વારા પૂરો કરે છે, તેથી આવા શિપમેન્ટનું સુરક્ષિત આવાગમન દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ અને ગેસ પરિવહન માર્ગોમાંથી એક છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને LPGનો પરિવહન થાય છે. ભારતીય નૌસેના અને સંબંધિત એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ શિપ્સને જરૂરી સુરક્ષા અને સહાય પૂરી પાડી રહી છે. MV Sunshineનું સુરક્ષિત ગમન ભારત માટે ઊર્જા પુરવઠા સ્થિર રાખવામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'