અમેરિકા સાથે ટેરિફ તણાવ વચ્ચે ભારતે પાડોશી દેશ ચીન પાસેથી રાહતના સમાચાર મળ્યા છે. બંને દેશોના સંબંધોમાં સુધારો થઇ રહ્યો છે અને સરહદ પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ રહી છે. ત્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી હાલમાં ભારતની મુલાકાત છે. તેમની અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ વચ્ચેની મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન શું વાતચીત થઇ તે વિશે જાણીએ.


સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત- ચીનના વિદેશ મંત્રી

બંને દેશના દિગ્ગજો વચ્ચેની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ ખુશ છે કે હવે સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારવાનો આ યોગ્ય સમય છે. આનાથી બંને દેશોના વિકાસને વેગ મળશે.આ દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાંગ યીએ બેઠક દરમિયાન કહ્યું કે ગયા વર્ષના અંતમાં ખાસ પ્રતિનિધિઓની 23મી રાઉન્ડની વાતચીત ખૂબ જ સારી રહી. તે બેઠકમાં અમે સરહદો પર મતભેદો અને સ્થિરતા ઉકેલવા માટે સંમત થયા, જે મહત્વપૂર્ણ સાબિત થયું. અમે ખાસ લક્ષ્યો પણ નક્કી કર્યા. ખુશીની વાત છે કે હવે સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ ગઈ છે.


આ સાથે જ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ NSA ડોભાલની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય પક્ષના ખાસ પ્રતિનિધિ તરીકે હું અજિત ડોભાલના પ્રયાસોની પ્રશંસા કરું છું. હવે આપણી પાસે દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વિકસાવવાની એક મહત્વપૂર્ણ તક છે.

આ ઉજવણી કરવાનો સમય- અજિત ડોભાલ

તો સામે અજીત ડોભાલે આ મુલાકાત દરમિયાન કહ્યું કે ભારત અને ચીન પોતાના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને આ ઉજવણી કરવાનો સમય છે. વધુમાં કહ્યું કે નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે બંને દેશોએ ખૂબ પ્રગતિ કરી છે. તેમણે વાંગ યીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે રાજદ્વારી ટીમો અને જવાબદારીની ભાવના તેમજ સરહદ પર તૈનાત સેનાઓના સહયોગથી બંને દેશો આ મુકામે પહોંચ્યા છે. સાથે જ અજિત ડોભાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવો તબક્કો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.


આ મુલાકાત દરમિયાન NSA અજિત ડોભાવે કહ્યું કે મને આસા છે કે ગઇ વખતે થયેલી વાતચીતની જેમ આ 24મી ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો પણ એટલી જ સફળ થશે. આપણા પ્રધાનમંત્રી ટૂંક સમયમાં SCO સમિટ માટે ચીન જઈ રહ્યા છે અને તેથી, મને લાગે છે કે આ ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • Follow us on: