PM મોદી હાલમાં જ પાંચ દેશોના વિદેશ પ્રવાસ કરીને પરત આવ્યા છે. પીએમ મોદી બુધવારે નામીબિયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઘણા ભેગા થઇ ગયા છે. . તેમને અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી 27 પુરસ્કારો મળ્યા છે. આ યાદીમાં તાજેતરનું નામ આફ્રિકન દેશ નામિબિયાનું છે. પીએમ મોદીને બુધવારે નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ' એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમને દક્ષિણ આફ્રિકન દેશની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન આપવામાં આવ્યો હતો.


27મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

મે 2014 માં વડા પ્રધાન મોદીએ પદ સંભાળ્યા પછી આ તેમનો 27મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. તેમના વર્તમાન વિદેશ પ્રવાસ દરમિયાન આ તેમને આપવામાં આવેલો ચોથો પુરસ્કાર છે.  24 કલાકમાં આપવામાં આવેલો આ બીજો પુરસ્કાર છે. પીએમ મોદીને નામિબિયાના રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દૈતવાહ દ્વારા વિન્ડહોકમાં આયોજિત એક સમારોહમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 5 દેશોના પ્રવાસ પર હતા. નામિબિયા તેમની મુલાકાતનો છેલ્લો તબક્કો હતો.

આ શ્રેણી 2016 માં શરૂ થઈ હતી

  • પીએમ મોદીના 11 વર્ષના કાર્યકાળમાં 27 દેશો દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવવાની પ્રક્રિયા 2016 માં શરૂ થઈ હતી. એટલે કે પીએમ મોદીએ 9 વર્ષમાં આ 27 પુરસ્કારો જીત્યા છે. 2025 ને 7 મહિના પૂર્ણ થયા છે અને આમાં જ પીએમ મોદીને 7 પુરસ્કારો મળ્યા છે. આ પહેલા 2023 અને 2024 માં, તેમને 6 દેશોના સન્માન મળ્યા હતા.
  • પીએમ મોદીને મધ્ય પૂર્વથી લઈને યુરોપ અને આફ્રિકા સુધીના દેશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
  • આ સન્માનોમાં સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ અને અફઘાનિસ્તાન દ્વારા ઓર્ડર ઓફ અમાનુલ્લા ખાનનો સમાવેશ થાય છે. બંને પુરસ્કારો 2016 માં આપવામાં આવ્યા હતા.
  • વર્ષ 2018 માં તેમને ઓર્ડર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માનિત કરાયા હતા.
  •  2019 માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ ઇઝ્ઝુદ્દીન અને તે વર્ષના અંતમાં બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • વર્ષ 2023 માં તેમને ઇજિપ્તના ઓર્ડર ઓફ ધ નાઇલ અને ફ્રાન્સના લીજન ડી'ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2024 માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો કારણ કે તેમને છ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા.

8 મુસ્લિમ દેશોએ પીએમ મોદીને સન્માનિત કર્યા

  • વર્ષ 2016- સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન
  • 2018- પેલેસ્ટાઇન
  • 2019- બહેરીન, માલદીવ, યુએઈ
  • 2020- અમેરિકા
  • 2021- ભૂટાન
  • 2023- ગ્રીસ, ફ્રાન્સ, ઇજિપ્ત, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, ફીજી
  • 2024- કુવૈત, ગુયાના, બાર્બાડોસ, નાઇજીરીયા, ડોમિનિકા, રશિયા
  • 2025- નામિબિયા, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો, ઘાના, સાયપ્રસ, શ્રીલંકા, મોરેશિયસ

સૌથી વધુ પુરસ્કારો મેળવનારા પીએમ

આઝાદી પછી દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને બે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા, જ્યારે ઇન્દિરા ગાંધીને પણ બે સન્માન મળ્યા હતા. ડૉ. મનમોહન સિંહને પણ વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા, જ્યારે રાજીવ ગાંધીને કોઈ સન્માન મળ્યું ન હતું.

પીએમ મોદીને મળી રહેલા સન્માનને લઇને  બીજેપીએ કહ્યુ કે ભારતના કોઈ પણ વડા પ્રધાનનો વૈશ્વિક સ્તરે આટલો ઊંડો પ્રભાવ ક્યારેય પડ્યો નથી. જે વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક તાકાત, રાજદ્રારી દ્રઢતાને પ્રતિબિંબ કરે છે. 


  • Follow us on: