પીએમ મોદી 9 જુલાઇના રોજ નામીબિયાના પ્રવાસે છે. તેઓ નામીબિયાના રાષ્ટ્રપતિ ડૉ.સૈમ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે. આ સિવાય તેઓ નામીબિયામા રાષ્ટ્રપતિ નેટુમ્બો નાંદી નદૈતવાની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદી પાંચ દેશની વિદેશ યાત્રાએ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ નામીબિયા પહોંચ્યા છે. જ્યાં તેમનું પારંપરિક લોક નૃત્યુથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ યાત્રા દરમિયાન તેઓ વિવિધ મુદ્દે નામીબિયા સંસદને સંબોધિત કરશે.


ડૉ.સૈમ નુજોમા હતા ક્રાંતિકારી નેતા

નામીબિયાના ફાઉન્ડિંગ ફાધર ડૉ.સૈમ નુજોમા વર્ષ 1990માં દક્ષિણ આફ્રિકામાં ગોરાઓના શાસનમાંથી સ્વતંત્રતા અપાવનાર ક્રાંતિકારી નેતા હતા. તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. અને 15 વર્ષ સુધી આ દેશના રાષ્ટ્રપતિ તરીકે પદ પર બિરાજમાન રહ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી 2025માં 95 વર્ષની ઉંમરે તેમનું નિધન થયુ હતુ. એટુંડાના ઉત્તરી ગામમાં ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતુ.

નામીબિયામાં થતી હતી હિંસા અને લૂંટ

નામીબિયાને પહેલા સાઉથ વેસ્ટ આફ્રિકા કહેવામાં આવતું હતુ. જે દશકો સુધી યૂરોપીય લોકોની લૂંટ અને સામ્રાજ્યવાદી હિંસાનો શિકાર હતો. તેની શરૂઆત વર્ષ 1940માં થઇ હતી. જ્યારે જર્મનીની સામ્રાજ્યવાદી તાકાતોએ નામીબિયાના લોકોની હત્યા કરી હતા. ત્યારે નામીબિયામાં કાળા લોકોની હત્યા કરવામાં આવતી હતી. નામીબિયા વર્ષ 1884થી લઇને 1915 સુધી જર્મનીના કબ્જામાં હતુ. ગુલામીના આ સમયમાં રેલવે કર્મચારીના રૂપમાં કામ કરતા ડૉ.સૈમ નુજોમાએ રાજનીતિમાં વધુ રસ પડ્યો હતો. તેઓ પોતાના દેશના લોકોને સ્વતંત્ર જોવા માગતા હતા. વર્ષ 1966માં ગુરિલ્લા યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધ।થી પ્રેરણા લઇને તેઓએ આંદોલન માટે લોકોને જાગૃત્ત કર્યા હતા.

25 વર્ષ બાદ મળી આઝાદી

ગુરિલ્લા યુદ્ધમાં આગેવાની કર્યા બાદ ડૉ.સૈમ નુજોમા વર્ષ 1988માં નામીબિયા આઝાદી તરફ આગળ વધ્યુ હતુ. વર્ષ 1989માં તેઓ સ્વદેશ પરત ફર્યા હતા. 25 વર્ષની લડાઇ બાદ વર્ષ 1990માં નામીબિયાને આઝાદી મળી હતી. વર્ષ 1994 અને વર્ષ 1999માં તેઓ બે વાર ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા. વર્ષ 2005માં તેઓએ સત્તા છોડી દીધી હતી. અને વર્ષ 2007માં તેઓએ પોતાના પક્ષનું પ્રમુખ પદ પણ છોડ્યુ હતુ. તેઓએ પોતાની સત્તા તેમના ઉત્તરાધિકારી Hifikepunye Pohambaને સોંપી દીધી હતી. 

  • Follow us on: