પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના પ્રવાસે છે. પ્રવાસના છેલ્લા તબક્કામાં તેઓ નામિબિયા પહોંચ્યા. બ્રાઝિલથી તેઓ નામીબિયાના વિંડહોકમાં ઉતર્યા છે. મહત્વનું છે કે 1998 પછી આ આફ્રિકન દેશની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત અને નામિબિયા વચ્ચેના સંબંધોમાં નવું જીવન લાવશે. પ્રધાનમંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચે ટેકનોલોજી, આરોગ્ય, માળખાગત સુવિધા, વિકાસ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
27 વર્ષ બાદ ભારતીય પીએમનો પ્રવાસ
નામીબિયાની યાત્રા કરનારા છેલ્લા ભારતીય પીએમ અટલ બિહારી વાજપેયી હતા. ઓગષ્ટ 1998ના અંતમાં NAMની બેઠકને લઇને ડરબન જતા પહેલા વિંડહોક ગયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2016માં નામીબિયાનો પ્રવાસ કર્યો હતો. તેમણે નામીબિયાઇ સંસદને સંબોધિત કરી હતી નામીબિયાના નેતાઓ અને લોકોની સાથે તેમના મુક્તિ સંગ્રામમાં ખભાથી ખભા મેળવીને ઉભા રહવા પર ગર્વ અનુભવાય છે તેમ તેમણે જણાવ્યું હતું. ભારત નામીબિયાની સાથે એક મજબૂત વિકાસની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે.
ભારત-નામીબિયા વચ્ચે કેવા છે વેપાર સંબંધો?
- નામિબિયા વિશ્વમાં યુરેનિયમનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને લિથિયમ, ઝીંક જેવી ધાતુઓના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના આર્થિક અને વાણિજ્યિક સંબંધો મજબૂત થયા છે.
- બંને દેશો વચ્ચેનો વેપાર $654 મિલિયન સુધી પહોંચ્યો છે. ભારતની નિકાસ $418 મિલિયન અને નામિબિયાથી આયાત $235 મિલિયન રહી છે.
- વેપારની મુખ્ય વસ્તુઓ ખનિજ તેલ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, મશીનરી અને અનાજ છે.
- વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નામિબિયામાં ભારતનું રોકાણ લગભગ $800 મિલિયન છે.
- ભારતે નામિબિયા યુનિવર્સિટીના ઓંગવેડીવા કેમ્પસમાં લગભગ $12 મિલિયનની ગ્રાન્ટ દ્વારા ઇન્ડિયા વિંગની સ્થાપના કરી છે.
- ભારતે નામિબિયાના સંરક્ષણ કર્મચારીઓ, રાજદ્વારીઓ, જાહેર આરોગ્ય અધિકારીઓ અને ક્રિકેટરોને તાલીમ પૂરી પાડી છે.
- માર્ચ 2021માં દિલ્હીથી નામીબિયા કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી.
- 2017 અને 2019માં નામીબિયામાં કુદરતી આપદા વખતે ચોખા પહોંચાડ્યા.
- નામીબિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા માટે ભારતની ઉમેદવારીને સમર્થન આપ્યું.
- 2022માં ચિત્તાને બચાવવા ભારતે નામીબિયાની મદદ કરી.
- આઠ ચિત્તાને નામીબિયાથી ભારત લવાયા.
- ભારત આફ્રિકા માટે 10મો સૌથી મોટો FDI સ્ત્રોત છે.