પીએમ મોદીની આફ્રીકી મહાદ્વીપની યાત્રા ભારતની વિદેશ નીતિનો મહત્વનો પડાવ સાબિત થઇ રહી છે. આ વચ્ચે પીએમ મોદી આજે નામીબિયા પહોંચ્યા હતા. નામિબિયાના રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દૈત્વાના ખાસ આમંત્રણ પર પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત બંને દેશો વચ્ચે આર્થિક, વ્યૂહાત્મક, સંરક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ પર આધારિત દ્વિપક્ષીય વાટાઘાટોને નવી દિશા આપશે. ત્યારે આવો જાણીએ પીએમ મોદીનું કેવુ સ્વાગત કરાયું.


પીએમ મોદીએ ઢોલ વગાડ્યુ 

જ્યારે પ્રધાનમંત્રી મોદી નામિબિયા પહોંચ્યા, ત્યારે તેમનું રાજ્ય સન્માન અને પરંપરાગત ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું. તેમણે પોતે નામીબિયાનું ઢોલ પણ વગાડ્યુ. પીએમ મોદીએ ઢોલ વગાડતા જોઇને હાજર કલાકારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ નામીબિયાની સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો.


આ ભારતની સાંસ્કૃતિક રાજદ્વારીનો એક ભાગ છે, જ્યાં નેતાઓ સ્થાનિક પરંપરાઓનો આદર કરીને જનતા સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાથી રાજદ્વારી સમીકરણો સુગમ બનાવવામાં મદદ મળે છે.


બેઠકમાં શું થઇ વાતચીત

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ નંદી નદૈતવાની વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં બંને દેશો વચ્ચે ઉર્જા અને ખનિજ સંસાધનો, આરોગ્યસંભાળ અને દવાના ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા થઇ. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈતવાહ અને મેં આજે અમારી વાતચીત દરમિયાન ભારત-નામિબિયા સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરી.


અમારી ચર્ચામાં ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ મુખ્ય હતો. મહત્વનું છે કે ભારત પહેલાથી જ ટેકનોલોજી અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં નામિબિયાને મદદ કરી રહ્યું છે. આ મુલાકાત રોકાણ અને વેપારને નવા સ્તરે લઈ જવાની તક છે.


  • Follow us on: