પીએમ મોદી નામીબિયા દેશ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેનું લોકનૃત્યુ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ. નામીબિયા દેશને પોતાની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. પરંતુ દુનિયા માટે સૌથી વધુ આકર્ષક આ દેશનો ખજાનો છે. આ ખજાનો નામીબિયાની સાથે અન્ય દેશો માટે પણ મહત્ત્વનો છે. પીએમ મોદી પ્રથમવાર નામીબિયા દેશની મુલાકાતે છે. 27 વર્ષ બાદ પ્રથમવાર ભારતીય પીએમ આ દેશમાં યાત્રા કરવા પહોંચ્યા છે.


નામીબિયા દેશના ખજાના પર દુનિયાની નજર

યૂરેનિયમ એક ખનિજ છે. જેનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવા માટે કરવામાં આવે છે. આ ખનિજમાંથી તૈયાર થનાર ન્યૂક્લિયર બોમ્બ કોઇપણ દેશને સુપરપાવર બનાવી દે છે. જેનાથી તે દુશ્મનો પર ખૌફ જમાવી શકે છે. સેના અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને યૂરેનિયમ એક મહત્ત્વપૂર્ણ ખનિજ છે. નામીબિયા દેશ ખોદકામ કરીને આ ખનિજ મેળવે છે. અને અન્ય દેશને વેંચેને પોતાના અર્થતંત્રને મજબૂત કરે છે. યૂરેનિયમનો ઉપયોગ ન્યૂક્લિયર પાવર પ્લાંટમાં કરવામાં આવે છે. અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે મોટા ભાગના દેશ યૂરેનિયમથી વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે.

નામીબિયા દેશનો ખજાનો કેમ છે ખાસ ?

વર્લ્ડ ન્યૂક્લિયર અસોસિયેશનના આંકડા મુજબ વર્ષ 2022માં નામીબિયા દેશમાં યૂરેનિયમ ઉત્પાદન કરનાર ટોપ 5 દેશમાં સામેલ હતુ. નામીબિયાની Rossing અને Husab ખાણની ગણતરી દુનિયાના સૌથી મોટા યૂરેનિયમ ખીણમાં કરવામાં આવે છે. પરમાણુ ઉર્જા સંયંત્ર હોવાથી દુનિયામાં તેની માગ વધી રહી છે. આ ડિમાન્ડ નામીબિયા દેશના અર્થતંત્રને આગળ વધારી રહી છે. ચીન સહિત અન્ય દેશો નામીબિયામાં યૂરેનિયમ માટે મોટા પ્રમાણમાં રોકાણ કરી ચુક્યા છે. યૂરેનિયમથી નુકસાન પણ જોવા મળી રહ્યા છે. અહીંના પાણી અને જમીનની ગુણવત્તા પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. રેડિયોએક્ટીવ તત્ત્વ હોવાના કારણે તેમનું સુરક્ષિત ખોદકામ પણ જરુરી છે. 

  • Follow us on: