કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી છે. બેઠક દરમિયાન તેઓ કેટલાક સભ્ય દેશોના રક્ષા મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરી શકે છે, જેમાં રક્ષા સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત થશે.
https://twitter.com/rajnathsingh/status/2048627990884741372
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ભૂ-રાજનીતિક અસ્થિરતા સર્જાઈ
રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ વૈશ્વિક સ્તરે વધતી સુરક્ષા પડકારોની વચ્ચે શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરશે. તેમણે આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિને પણ સ્પષ્ટ રીતે રજૂ કરવાની વાત કરી છે. હાલ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ભૂ-રાજનીતિક અસ્થિરતા સર્જાઈ છે, જે બેઠકમાં મહત્વનો મુદ્દો બની શકે છે.
ક્યારે થઈ SCOની સ્થાપના?
આ બેઠકમાં SCOના સભ્ય દેશોના રક્ષા મંત્રીઓ પ્રાદેશિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને રક્ષા સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ખાસ કરીને આતંકવાદ સામે લડત, પ્રાદેશિક સ્થિરતા અને સહયોગ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે SCOની સ્થાપના 15 જૂન 2001ના રોજ શાંઘાઈ, ચીનમાં થઈ હતી. આ સંગઠનમાં ભારત, રશિયા, ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ જેવા દેશો સામેલ છે. ભારત 2017માં તેનો પૂર્ણ સભ્ય બન્યો હતો અને 2023માં તેની અધ્યક્ષતા પણ સંભાળી ચૂક્યો છે.
આ પણ વાંચો : Free Trade Deal : ભારતે આ દેશ સાથે ફ્રી ટ્રેડ ડિલ કરી, રોજગારી અને મોટા રોકાણના અવસર ઉભા થશે