આજથી એટલકે કે 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે ટ્રમ્પના 50 ટકા ટેરિફની અસર ભારત પર શું પડશે?દેશના કયા ક્ષેત્રને આ નિર્ણય સૌથી વધારે પ્રભાવિત થશે..આવો જાણીએ ભારતના કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડવાની આશંકા છે...


ભારતના કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડવાની આશંકા

1. ટેક્સટાઇલ

ભારતના કાપડ ઉદ્યોગની નિકાસનો મોટો હિસ્સો અમેરિકા પર નિર્ભર છે.ભારતથી થનારા કુલ ટેક્સટાઇલ નિકાસના 28 ટકા જેટલું તો માત્ર અમેરિકા પાસે જાય છે. જેની કુલ કિંમત 10.3 અરબ ડોલરથી પણ વધારે છે. નવા ટેરિફની અસર આ સેક્ટર પર સૌથી વધારે પડશે. તો બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોને આનો ફાયદો થશે. વિયેતનામ પર અમેરિકા 19 ટકા ટેરિફ લગાવી રહ્યો છે.તો ઇન્ડોનેશિયા પર ટ્રમ્પે 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, ભારતના કાપડ ક્ષેત્રને યુએસ ટેરિફને કારણે સ્પર્ધામાં નુકસાન થવાની સંભાવના છે. તેવી જ રીતે, બાંગ્લાદેશ અને કંબોડિયા પરના ટેરિફ દર પણ 20 ટકાથી ઓછા છે.

2. રત્ન આભૂષણ

ભારતના રત્ન અને જ્વેલરી સાથે જોડાયેલ સેક્ટર પર પણ અમેરિકી ટેરિફનો વધુ પ્રભાવ પડવાની આશંકા છે. આ સેક્ટરથી અમેરિકાને દર વર્ષે 12 અરબ ડોલરનું નિકાસ કરવામાં આવે છે. આ ઉદ્યોગ હાલમાં 10 ટકાના યુએસ બેઝલાઇન ટેરિફનો સામનો કરી રહ્યો છે, જેની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવી હતી.જોકે, આ પહેલાં ડ્યુટી પોલિશ્ડ હીરો પર શૂન્ય અને સોના અને પ્લેટિનિયમ જ્વેલરી પર 5થી7 ટકા અને ચાંદીની જ્વેલરી પર 5 થી 13 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવતો હતો. નવા ટેરિફને કારણે રત્ન આભૂષણ સાથે જોડાયેલ સેક્ટર્સને મોટું નુકસાન થવાની આશંકા છે.

3. કૃષિ ઉત્પાદન

ભારક હાલ અમેરિકાને 5.6 અરબ ડોલરથી પણ વધારે કૃષિ ઉત્પાદક નિકાસ કરે છે. તેની મુખ્ય નિકાસમાં દરિયાઈ ઉત્પાદનો, મસાલા, ડેરી ઉત્પાદનો, ચોખા, આયુષ અને હર્બલ ઉત્પાદનો, ખાદ્ય તેલ, ખાંડ અને તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે.માનવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પના ટેરિફથી સૌથી વધારે અસર ભારતના સીફૂડ ઇન્ડસ્ટ્રી એટલે કે મરીન ઉત્પાદકોને થશે.

4. અન્ય કયા કયા સેક્ટર્સ પર તેની અસર પડવાની આશંકા

આ સેક્ટર્સ સિવાય ચામડાં, ફુટવેર ઉદ્યોગથી અમેરિકાને દર વર્ષે 1.18 અરબ, કેમિકલ ઉદ્યોગ 2.34 અરબ અને ઇલેક્ટ્રિક અને મશીનરી ઉદ્યોહ 9 અરબ ડોલરનું નિકાસ કરે છે.

ક્યા સેક્ટર ટેરિફની અસરથી બચી શકાશે?

ટ્રમ્પના 50 ટકા ટેરિફની અસર કયા કયા ક્ષેત્રોને વધારે નહીં પડે તો તેમાં ઇલેકટ્રોનિક અને ફાર્મા ક્ષેત્રને તેની અસર ઓછી પડશે. ભારતનું ઇલેક્ટ્રોનિક સેક્ટર અમેરિકાને સૌથી વધુ નિકાસ કરનારો સેક્ટર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત સ્માર્ટફોનથી લઈને લેપટોપ, સર્વર અને ટેબ્લેટ સુધીની દરેક વસ્તુનો અમેરિકામાં સૌથી મોટો નિકાસકાર બની ગયો છે.આ સિવાય ફાર્મા સેક્ટર પર પણ અસરથી બચી શકે છે. મળતી માહિતી પ્રમાણે ભારતની અમેરિકામાં કુલ નિકાસ 10.5 બિલિયન ડોલરની છે. તેનો અર્થ એ કે ભારતની કુલ ફાર્મા નિકાસનો લગભગ 40 ટકા હિસ્સો અમેરિકામાં જાય છે. વિશ્લેષકોએ દાવો કર્યો છે કે ભારતના આ ક્ષેત્રને હાલ ટ્રમ્પના ટેરિફના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવ્યું છે.


  • Follow us on: