વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હવાઈ હુમલા કરવામાં આવ્યો છે. વેનેઝુએલાની રાજધાની સહિત સાત સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શંકાસ્પદ હુમલાઓમાં રાજધાની સહિત ચાર શહેરોમાં વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વેનેઝુએલાના દાવા મુજબ અમેરિકાએ આ હવાઈ હુમલા કર્યા છે. જોકે, અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. જોકે આ હુમલો શા માટે કરવામાં આવ્યો અને અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ કેમ છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
અમેરિકાએ કેમ કર્યો વેનેઝુએલા પર હુમલો?
એક સમયે અમેરિકા વેનેઝુએલાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સ્થિર હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પાછળના કારણો તરીકે ડ્રગ સપ્લાય અને લોકશાહી કટોકટીનો ઉલ્લેખ કર્યો છે. યુએસ કહે છે કે વેનેઝુએલા અમેરિકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી કરી રહ્યું છે અને વેનેઝુએલાથી ઇમિગ્રન્ટ્સ પણ પ્રવેશી રહ્યા છે. વધુમાં માદુરો સરકાર સત્તામાં આવ્યા પછી વેનેઝુએલામાં લોકશાહી નબળી પડી છે, જેના કારણે વેનેઝુએલાના તેલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને ત્યારથી તણાવ વધ્યો છે. જો કે, નિષ્ણાતો માને છે કે વાસ્તવિક રમત તેલ અને તેની કિંમત છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોએ પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકા વેનેઝુએલા પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છે છે.
અમેરિકા વેનેઝુએલા પાસેથી ખરીદતું હતું તેલ
યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસના ફેબ્રુઆરી 2021ના અહેવાલ મુજબ અમેરિકાએ 2018માં વેનેઝુએલાથી દરરોજ આશરે 500,000 બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું જે તેની કુલ ક્રૂડ ઓઇલ આયાતના 6.5% છે. તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી તે અમેરિકા માટે ભારે તેલનો સારો સ્ત્રોત છે.
યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલા પર અચાનક પ્રતિબંધ કેમ લાદ્યો?
કેટલાક નિષ્ણાતો માને છે કે અમેરિકાએ માત્ર રાજદ્વારી દબાણ માટે જ નહીં, પણ વેનેઝુએલાના તેલ માટે પણ પ્રતિબંધો લાદ્યા હતા. જો કે અમેરિકાએ કહ્યું હતું કે તે તેલનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરશે, કારણ કે તેણે દાવો કર્યો હતો કે માદુરો સરકાર સત્તામાં આવી ત્યારથી વેનેઝુએલામાં લોકશાહી નબળી પડી ગઈ છે અને માદુરો સરકાર સામે મજબૂત દબાણ લાવવા માંગે છે. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે અમેરિકા લોકશાહી પ્રક્રિયા અને માનવ અધિકારો વિશે ચિંતિત હતું.
પછી અમેરિકાએ વાસ્તવિક રમત શરૂ કરી અને 2017 થી 2019 દરમિયાન વેનેઝુએલાની સરકારી કંપની, PDVSA પર અનેક કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા. તેણે અમેરિકન કંપનીઓને વેનેઝુએલા પાસેથી તેલ ન ખરીદવાનો પણ આદેશ આપ્યો. 2018 માં વેનેઝુએલાની તેલ આયાત 500,000 બેરલ હતી, પરંતુ તે પછી તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થયો, જે 2020 માં શૂન્ય થઈ ગયો.
વેનેઝુએલાએ ચીનને તેલ વેચ્યું જેનાથી તણાવ વકર્યો
વેનેઝુએલાએ તેનો તેલ પુરવઠો ફરી શરૂ કરવા માટે ચીન જેવા દેશો તરફ વળ્યા. યુએસ તેલ પુરવઠા કાપ બાદ, વેનેઝુએલાએ ચીન, રશિયા અને ઈરાનને ડિસ્કાઉન્ટ ભાવે તેલ પૂરું પાડ્યું. વેનેઝુએલાના આ નિર્ણયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધુ વધ્યો.
ડ્રગ્સ અંગે કરી રહ્યું છે કાર્યવાહી
અમેરિકા 2018થી ડ્રગ્સ પર વેનેઝુએલા સામે કાર્યવાહી કરી રહ્યું છે. 2018 થી અમેરિકાએ કેટલાક વરિષ્ઠ વેનેઝુએલાના અધિકારીઓને નાર્કોટિક્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના આરોપસર વિશ્વવ્યાપી પ્રતિબંધોની યાદીમાં મૂક્યા છે. ત્યારબાદ માર્ચ 2020માં માદુરો સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામે નાર્કોટિક્સ ટ્રાફિકિંગના આરોપસર આરોપો જાહેર કરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ વેનેઝુએલા નજીક એક જહાજને નિશાન બનાવ્યું હતું જેને યુએસ અધિકારીઓએ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલું હોવાનું જણાવ્યું હતું. ડિસેમ્બર 2025 માં એક CIA ડ્રોન એક ડોક વિસ્તારમાં ત્રાટક્યું હતું, જેને અમેરિકાએ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક ઓપરેશન સામે હુમલો હોવાનું જણાવ્યું હતું. હાલમાંવેનેઝુએલામાં સાત સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. વેનેઝુએલાની સરકારે સ્વીકાર્યું છે કે આ હવાઈ હુમલાઓ યુએસ દ્વારા કરવામાં આવ્યા હતા.