નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ૧૮મી બ્રિક્સ સમિટના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વના અગ્રણી નેતાઓ માટે એક ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રિભોજન સમારોહમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક વૈશ્વિક દિગ્ગજોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ ડિનરમાં ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

શી જિનપિંગની ગેરહાજરીનું કારણ

મૂળભૂત રીતે, શી જિનપિંગ શનિવારે બપોરે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે આગમન સાથે જ સમિટના સત્રોમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાન મોદી સાથે વન-ટુ-વન મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. બપોરથી સાંજ સુધીના આ અત્યંત વ્યસ્ત અને થકવી નાખનારા કાર્યક્રમ પછી, તેઓ ડિનરમાં હાજરી આપવાને બદલે સીધા પોતાની હોટેલ આરામ કરવા માટે પરત ફર્યા હતા. તેવી જ રીતે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ પણ દિવસની બેઠકો પૂરી કરીને પોતાના દેશમાં પાછા ફર્યા હતા.

ભારતીય દિગ્ગજો અને મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ

આ શાહી રાત્રિભોજનમાં ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને શિવરાજ સિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, સુવેન્દુ અધિકારી અને અસમનાં હિમંત બિસ્વા શર્મા સહિતના રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ તમામ નેતાઓ સંસદ ભવનથી વિશેષ બેસોમાં એકસાથે ભારત મંડપમ પહોંચ્યા હતા.

ગાલા ડિનરનું શાનદાર શાહી મેનૂ

આ ભવ્ય ડિનરમાં મહેમાનો માટે ખાસ શુદ્ધ ભારતીય શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું:

શરૂઆત (Starters): ગુજરાતી ખાંડવી અને નાજુક મશરૂમ ગલોટી કબાબ.

મુખ્ય વાનગીઓ (Main Course): મખમલી પનીર લબાબદાર, કાશ્મીરી ગુચ્ચી માર્મિક, નાળિયેર તેલમાં શેકેલા ગાજર-બીન પોરિયાલ અને સુગંધિત બાજરીનો પુલાવ.

મીઠાઈઓ (Desserts): જૂની દિલ્હીની પ્રખ્યાત ફ્રૂટ ક્રીમ સાથે ક્રિસ્પી જલેબી અને સોનાના પાતળા પડથી શણગારેલી શેતૂર ફિરની.

આ પણ વાંચોઃ  Donald Trump : આખરે ટ્રમ્પનું બાળપણનું ઘર વેચાયું, કિંમત જાણીને તમારાં પણ હોંશ ઉડી જશે