દિલ્હીમાં યમુના નદીની સફાઈ માટે સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. ગુરુવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યમુનાની સફાઈ સંબંધિત 43 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરી અને તેનો શિલાન્યાસ કર્યો છે. આ તમામ પરિયોજનાઓ આગામી બે થી અઢી વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જેના પછી યમુનામાં કોઈ પણ પ્રકારનું પ્રક્રિયા વગરનું (અનટ્રીટેડ) ગંદુ પાણી વહેશે નહીં. તેનો ઉદ્દેશ્ય નદીને સંપૂર્ણપણે સ્વચ્છ કરવાનો છે. તેનો કુલ ખર્ચ ₹8941 કરોડ છે.


આ પરિયોજનાઓમાં એક નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), અનેક વિકેન્દ્રિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (DSTPs) અને નવી સીવર લાઈનોનો સમાવેશ થાય છે. આ કામગીરીની શરૂઆત નજફગઢ વિસ્તારથી થશે. અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વિપક્ષે યમુનામાં ગટરનું પાણી છોડ્યું. અમે તેને 2029 પહેલા શુદ્ધ કરીશું. હાલ યમુના શુદ્ધિકરણ માટે કામ ચાલી રહ્યું છે. યમુનાને શુદ્ધ કરવાનો સંકલ્પ છે. 

https://x.com/AmitShah/status/2113160971967754509?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113160971967754509%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આ દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઘુસણખોરોને બચાવે છે. તેમજ સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી દેશવિરોધી લોકોને કેમ મળે છે? આ સિવાય અમિત શાહે કહ્યું છે કે, કોંગ્રેસ વોટચોરીના ખોટા આરોપો લગાવે છે. 

તમારો પક્ષ આગામી ૩૦ વર્ષ સુધી સરકાર નહીં રચી શકે – અમિત શાહ

અમિત શાહે વધુમાં કહ્યું, "જુઓ! મારો જન્મ અહીં થયો છે, હું અહીં રહું છું અને હું અહીં જ મૃત્યુ પામીશ. મારે દર છ મહિને વિદેશ જવાની જરૂર પડતી નથી; હું આ દેશના લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરું છું. તમે જે નકારાત્મક રાજકારણ કરી રહ્યા છો તે જોતાં, હું ચોક્કસપણે કહી શકું છું કે તમારો પક્ષ આગામી 30 વર્ષ સુધી સરકાર નહીં રચી શકે. મારી આ વાત યાદ રાખજો."

તેમણે ઉમેર્યું, "કેરળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ જુઓ તે જ મતદાર યાદીઓ, તે જ ચૂંટણી કમિશનરો, તે જ ઈવીએમ (EVMs) છતાં તમે ચૂંટણી જીતીને હોદ્દાના શપથ લીધા; ત્યારે અચાનક ચૂંટણી પંચ 'સારું' થઈ ગયું. તમે તેલંગાણામાં જીત્યા ત્યારે પણ ચૂંટણી પંચ 'સારું' જ હતું."

https://x.com/ANI/status/2113174183140274400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113174183140274400%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
તેમણે કહ્યું, "આજે, આ મંચ પરથી, હું કોંગ્રેસ પક્ષ અને તેના સાથી પક્ષોને કહેવા માંગુ છું: ક્યારેક તમે EVMને બહાનું બનાવો છો, તો ક્યારેક તમે એવો દાવો કરો છો કે મતો ચોરાઈ ગયા છે. પરંતુ હું તમને જણાવી દઉં કે, કેન્દ્રમાં મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી તે પહેલાં પણ, તમે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા."

"ગુજરાતમાં તમે 41 વર્ષથી સરકાર બનાવી નથી. ત્યાં તમે એક પણ ચૂંટણી જીત્યા નથી. ઉત્તર પ્રદેશમાં 41 વર્ષથી, બંગાળમાં 54  વર્ષથી અને તમિલનાડુમાં 64 વર્ષથી તમે કોઈ ચૂંટણી જીત્યા નથી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં, તમે 28 વર્ષથી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી શક્યા નથી. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશમાં 2 વર્ષથી, મિઝોરમમાં 13 વર્ષથી, મણિપુરમાં 14 વર્ષથી, દિલ્હીમાં 18  વર્ષથી અને આસામમાં 12 વર્ષથી તમે ચૂંટાઈ આવ્યા નથી. શું આ બધું વડાપ્રધાન મોદીના આવ્યા પછી જ શરૂ થયું છે? અને જ્યારે હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષ સુધી સત્તામાં રહેશે, ત્યારે તેઓ જનતાને કહે છે કે આ તો 'મતોની ચોરી'નો મામલો છે. જાણે કે અમિત શાહને આ વાત જાણવાનો બીજો કોઈ રસ્તો જ ન હોય!"


આ પણ વાંચો: India: લાદેનની જેમ દાઉદ પણ પાકિસ્તાનમાં જ છે', ભારતે UNની કાઢી ઝાટકણી