- સિબ્બલની દલીલથી જજ પ્રભાવિત થયા નહીં
- કાશ્મીરની વાતને લઈ સુપ્રીમમાં ચર્ચાઓ શરૂ
- બ્રેક્ઝિટના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચોખવટ કરી દીધી
દેશની સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થયા બાદ બ્રેક્ઝિટ જેવો કોઈ જનમત ભેગો થાય એવો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આ વાત સુપ્રીમ કોર્ટે કહી છે. સુપ્રીમ કોર્ટ એ પ્રશ્નનો સામનો કરી રહી છે કે, શું આ કલમને દૂર કરવી બંધારણીય રીતે યોગ્ય હતી? કોર્ટે કહ્યું કે,ભારતમાં લોકતંત્ર છે. બંધારણનું પણ એક સ્થાન છે. જ્યાં લોકોની ઈચ્છા માત્ર સ્થાપિત સંસ્થાઓના માધ્યમથી જ સુનિશ્ચિત કરી શકાય છે.
બ્રેક્ઝિટ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું
બ્રિટન યુરોપીયન સંઘમાંથી અલગ થયા બાદ બ્રેક્ઝિટ નામ આપવામાં આવ્યું હતં. બ્રિટન યુરોપીયન સંઘમાંથી બહાર નીકળવું એ રાષ્ટ્રવાદી ઉત્સાહમાં વૃદ્ધિ, કઠિન મુદ્દાઓ તથા સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને કારણે થયું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં પાંચ જજનો સમાવેશ થાય છે. વકીલ કપિલ સિબ્બલની ધારદાર દલીલ બાદ જજની બેંચે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. બંધારણમાંથી 370ને દૂર કરવી બ્રેક્ઝિટ જેવું રાજકીય કૃત્ય હતું. જ્યાં બ્રિટિશ નાગરિકોનો મત માધ્યમો થકી પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
સિબ્બલની કોર્ટમાં મોટી વાત
કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જ્યારે તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 દૂર કરવામાં આવી એ સમયે એવું કંઈ ન હતું. કપિલ સિબ્બલે નેશનલ કોન્ફ્રેસના નેતા મોહમ્મદ અકબરની લોનના કેસમાં કોર્ટમાં આવ્યા હતા. જેણે 370ની કલમ દૂર કરવાના મુદ્દે થયેલ કેસને સુપ્રીમમાં પડકાર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, સંસદે જમ્મુ-કાશ્મીર પર લાગુ સંવિધાનની જોગવાઈઓને એક તરફી રીતે બદલવા માટેની મંજૂરી આપી દીધી. હવે કોર્ટે એ નક્કી કરવાનું છે કે, શું ભારત સરકાર આવું કરી શકે ખરા?
ચીફ જસ્ટિસ પર દલીલની કોઈ અસર નહીં
સિબ્બલે જમ્મ કાશ્મીરની બંધારણીય સભાની અનુપસ્થિતિમાં કલમ 370ને રદ્દ કરવાની સંસદની શક્તિ પર અનેક વખત પ્રશ્નો ઊઠાવ્યા છે. સિબ્બલ સતત એવું કહી રહ્યા છે કે, માત્ર બંધારણીય સભાને જ 370ની કલમ દૂર કરવાનો અથવા એમાં કોઈ સંશોધન કરવાનો પાવર છે. કારણ કે, બંધારણની અવધી વર્ષ 1957માં પૂરી થઈ ગઈ હતી. આ માટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની જોગવાઈને માનવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતે આ દલીલને સાંભળી હતી. પણ કોઈ જજ આ દલીલથી પ્રભાવિત થયા નથી.
કાશ્મીરના વિભાજન પર સવાલ કર્યો
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, લોકતંત્રમાં લોકોનો મત જાણવાનું કામ સ્થાપિત સંસ્થાઓના માધ્યમથી કરવામાં આવવું જોઈએ. તમે બ્રેક્ઝિટ જેવા જનમત સંગ્રહની કે એવી સ્થિતિની કલ્પના પણ ન કરી શકો. જોકે, હકીકત એવી પણ છે કે, બ્રેક્ઝિટનો મુદ્દો આખો અલગ છે. સિબ્બલના એ વિચાર સાથે સહમતી દર્શાવી હતી કે, બ્રેક્ઝિટ એક પ્રકારનો રાજકીય નિર્ણય હતો. આપણા બંધારણની અંદર જનમત સંગ્રહનો કોઈ સવાલ જ નથી. સિબ્બલે જમ્મુ કાશ્મરીને બે ભાગમાં વિભાજીત કરવા ઉપર પ્રશ્ન ઊઠાવ્યો હતો. કહ્યું કે, બંધારણ આ અંગેની કોઈ અનુમતી નથી આપતું.