ઉત્તર સિક્કિમના લાચેનમાં ભીષણ ભૂસ્ખલન થયું છે. ખરાબ હવામાન અને ઉબડ ખાબડ પહાડી રસ્તાઓમાં કલાકો સુધી પ્રવાસીઓ ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 113 પર્યટકોને બચાવવા સેનાના જવાનો પહોંચ્યા હતા અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.


ઉત્તર સિક્કિમમાં લાચેન એક મહત્વનું ટુરિસ્ટ સ્પોટ છે. આ વિસ્તારમાં ભૂસ્ખલન થવાના કારણે 113 પ્રવાસી ફસાયા બાદ 30 ને બચાવી લેવાય હતા. સેનાના જવાનોએ દુર્ગમ વિસ્તારમાં સતત બચાવ કરી સાંભળ્યું હતું.

Mi 17 હેલીકોપ્ટરથી બચાવ કાર્ય 

મંગળવારે બનેલી ઘટનામાં કેટલાક વિદેશી નાગરિકો હતા. એરફોર્સના Mi 17 હેલીકોપ્ટરથી બચાવ કાર્ય કરાયું હતું. સેનાના જવાનોએ પહેલા પગપાળા જવાનો રસ્તો કર્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો અને બાળકોને પ્રથમ બચાવ્યા હતા.

 

ગ્રામીણ લોકોને પણ આશા જાગી 

30 પર્યટકો સાહિતને જવાનોએ બચાવ્યા બાદ દુર્ગમ ગામોના ફસાયેલા લોકોને પણ બચાવી શકવાની આશા જાગી હતી. સેનાના જવાનોનું બચાવ કાર્ય સતત ચાલુ રહ્યું હતું.


  • Follow us on: